આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ઓલરાઉન્ડર જેમી ઓવરટન દ્વારા એક સરળ કેચ છોડાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.


આ ઘટના 19મા ઓવરમાં બની હતી, જ્યારે ઓવર્ટનની બોલિંગ પર સમીર રિઝવીનો હવામાં ઉછળેલો શોટ બંને ખેલાડીઓ વચ્ચે પડ્યો, પરંતુ બંનેએ બોલ પકડવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કેચ છોડાઈ ગયો.

ચેન્નાઈ માટે આ મેચમાં ફિલ્ડિંગ ખરાબ રહી હતી

આ ભૂલની તુલના 2008માં સઈદ અજમલ અને શોહિબ મલિક દ્વારા છોડાયેલા પ્રખ્યાત કેચ સાથે થઈ રહી છે, જેને ક્રિકેટ ઈતિહાસની મોટી ભૂલોમાં ગણવામાં આવે છે. ચેન્નાઈ માટે આ મેચમાં ફિલ્ડિંગ ખરાબ રહી હતી. પહેલા નૂર અહેમદે ટ્રીસ્ટન સ્ટબ્સનો સરળ કેચ છોડ્યો, જ્યારે તે માત્ર 1 રન પર હતા. બાદમાં સ્ટબ્સે 37 રન બનાવ્યા. સમીર રિઝવીનો કેચ પણ છોડયો અને તેને 24 બોલમાં અણનમ 40 રન બનાવ્યા.


દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆત સારી ન રહી અને કેએલ રાહુલ માત્ર 12 રનમાં આઉટ થયા. ત્યારબાદ નિસંકા (19), નીતિશ રાણા (15), કરુણ નાયર (13) અને અક્ષર પટેલ (2) પણ વહેલા પેવેલિયન પરત ફર્યા. પરંતુ રિઝવી અને સ્ટબ્સની જોડીએ ટીમને 150થી ઉપર પહોંચાડી. બોલિંગમાં અકીલ હુસૈને 4 ઓવરમાં 19 રનમાં 1 વિકેટ લીધી, જ્યારે નૂર અહમદે 22 રનમાં 2 વિકેટ મેળવી હતી.

સંજુ સેમસને દિલ્હીમાં મચાવી ધૂમ

156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર નિષ્ફળ ગયો, લુંગી એનગીડીના બોલ પર સમીર રિઝવીના હાથે 6 રન બનાવીને કેચ આઉટ થયો. પાવરપ્લે પછી ઉર્વિલ પટેલ 9 બોલમાં 17 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર આઉટ થયો.

ત્યારપછી સંજુ સેમસન એક્શનમાં આવ્યો અને ઝડપથી પોતાનો 50 રન બનાવ્યો. કેરળના આ શક્તિશાળી બેટ્સમેને 52 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને શાનદાર 87 રન બનાવ્યા અને ટીમને વિજયની નજીક પહોંચાડી. કાર્તિક શર્માએ પણ 31 બોલમાં 41 રન બનાવ્યા, જેનાથી સીએસકે 17.3 ઓવરમાં 2 વિકેટે 159 રન સુધી પહોંચી શક્યો.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: