પહેલા ગુજરાત ટાઈટન્સ માટે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી. પછી રાશિદ ખાન અને કાગીસો રબાડા જેવા બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને રાજસ્થાન રોયલ્સને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. આમ IPL 2026ની 52મી મેચમાં ગુજરાતે રાજસ્થાનને 77 રનથી હરાવ્યું. આ સિઝનમાં ગુજરાતની સાતમી જીત હતી.


આ જીત સાથે ગુજરાત 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. અહીંથી પ્લેઓફ માટે તેમનું ક્વોલિફિકેશન લગભગ નિશ્ચિત છે. ટીમને હજુ 3 મેચ રમવાની બાકી છે. આ દરમિયાન રાજસ્થાન હારીને ટોપ 4માંથી બહાર થઈ ગયું છે.

ગુજરાતનું શાનદાર પ્રદર્શન

મેચની વાત કરીએ તો ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. સાઈ સુદર્શને પણ 36 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 16.3 ઓવરમાં 152 રન જ બનાવી શકી.

ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ 4 વિકેટ લીધી. જેસન હોલ્ડરે પણ 3 વિકેટ લીધી, જ્યારે કાગીસો રબાડાએ 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.

ચેઝ કરતી વખતે રાજસ્થાનની સ્થિતિ

રાજસ્થાને જીતનો પીછો કરવા માટે સારી શરૂઆત કરી. ઓપનર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 17 બોલમાં 38 રનની પાર્ટનરશીપ કરી. આ પાર્ટનરશીપનો અંત સૂર્યવંશીના આઉટ થવા સાથે થયો, જેને 16 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 36 રન બનાવ્યા. પહેલી વિકેટ પડ્યા પછી રાજસ્થાન રિકવર થઈ શક્યું નહીં. ત્યારબાદ ટીમે પોતાની બીજી વિકેટ 40 રન પર, ત્રીજી વિકેટ 68 રન પર, ચોથી વિકેટ 87 રન પર, પાંચમી વિકેટ 91 રન પર, છઠ્ઠી વિકેટ 115 રન પર, સાતમી વિકેટ 136 રન પર, આઠમી વિકેટ 141 રન પર, નવમી વિકેટ 151 રન પર અને દસમી વિકેટ 152 રન પર ગુમાવી દીધી.

ટીમ માટે રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 25 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 38 રન બનાવ્યા હતા. સૂર્યવંશીએ 36 રન, ધ્રુવ જુરેલ 24 રન, કેપ્ટન યશસ્વી જયસ્વાલે 3 રન, શિમરોન હેટમાયર 6 રન, ડોનાવન ફરેરા 4 રન, શુભમ દુબે 15 રન, જોફ્રા આર્ચર 5 રન, દાસુન શનાકા 16 રન, તુષાર દેશ પાંડે 1 રન અને બ્રિજેશ શર્માએ અણનમ 1 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: