ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું. આ IPL ઈતિહાસમાં ગુજરાતનો રન દ્વારા સૌથી મોટો વિજય છે. આ હૈદરાબાદનો રન દ્વારા સૌથી મોટી હાર પણ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 168 રન બનાવ્યા. જવાબમાં જેસન હોલ્ડર અને કાગીસો રબાડાના ઘાતક સ્પેલથી હૈદરાબાદની બેટિંગ લાઈનઅપ તૂટી ગઈ.
IPLમાં ગુજરાતની સૌથી મોટી જીત
ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું. IPLના ઈતિહાસમાં આ તેમનો રનની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય છે. આ પહેલા ગુજરાતનો સૌથી મોટો વિજય એ જ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે આવ્યો હતો. તે મેચમાં ગુજરાતે રાજસ્થાનને 77 રનથી હરાવ્યું હતું.
82 રન - ગુજરાત ટાઇટન્સ (Vs SRH)
77 રન - ગુજરાત ટાઇટન્સ (Vs RR)
62 રન - ગુજરાત ટાઇટન્સ (Vs MI)
સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે મચાવી ધૂમ
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે સાઇ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી 168 રન બનાવ્યા. સુદર્શને 61 રન અને સુંદરે 50 રનનું યોગદાન આપ્યું.
બાકીનું કામ બોલરોએ કર્યું. ખાસ કરીને કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે હૈદરાબાદના બેટ્સમેનોને ઈનિંગ શરૂ કરવા દીધી નહીં. હકીકતમાં ગુજરાતની જીતનો પાયો મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાએ નાખ્યો હતો. તેમને સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં ઈશાન કિશન, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને સ્મરણ રવિચંદ્રનને આઉટ કર્યા.
આ પછી SRH શરૂઆતના ઝટકામાંથી ક્યારેય બહાર ન આવી શક્યું. સિરાજે 3 ઓવરમાં ફક્ત 11 રન આપ્યા, પરંતુ તે ફક્ત એક જ વિકેટ મેળવી શક્યો. મિડલ ઓવરમાં આવેલા જેસન હોલ્ડરે લીડ લીધી, તેને 4 ઓવરના સ્પેલમાં ફક્ત 20 રન આપીને હૈદરાબાદના 3 બેટ્સમેનોને આઉટ કર્યા. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોુ પર પહોંચી ગયું છે અને પ્લેઓફમાં સ્થાન લગભગ સુરક્ષિત કરી લીધું છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?