ગુજરાત ટાઈટન્સ ભલે ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 29 રનથી મેચ હારી ગયું હોય, પરંતુ આ મેચમાં તેની શાનદાર અડધી સદીની ઈનિંગને કારણે તેનો કેપ્ટન શુભમન ગિલ ચોક્કસપણે એક ખાસ ક્લબનો ભાગ બન્યો.
IPL 2026 ની શરૂઆતની કેટલીક મેચોમાં શુભમન ગિલનું બેટ શાંત હતું, પરંતુ તે પછી તે ફોર્મમાં પાછો ફર્યા પછી સતત શાનદાર ઈનિંગ રમતો જોવા મળ્યો છે. શુભમન ગિલ હવે ઓરેન્જ કેપ લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો છે, પરંતુ તેને કેપ્ટન તરીકે એક ખાસ બાબતમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી છે.
શુભમન ગિલે સતત બીજી સિઝનમાં કેપ્ટન તરીકે 500 થી વધુ રન બનાવ્યા
શુભમન ગિલે IPL 2026 સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 552 રન બનાવ્યા છે, જેના કારણે તે કેપ્ટન તરીકે સતત બે કે તેથી વધુ IPL સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવનાર માત્ર પાંચમો ખેલાડી બન્યો છે. આ લિસ્ટમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ સંયુક્ત રીતે ટોપ પર છે, વોર્નરે કેપ્ટન તરીકે સતત ત્રણ સીઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે: 2015, 2016 અને 2017.
કેએલ રાહુલે 2020, 2021 અને 2022 IPL સીઝનમાં આ સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને શુભમન ગિલનો સમાવેશ થાય છે, દરેકે સતત બે IPL સીઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે.
કેપ્ટન તરીકે 500+ રન સાથે સૌથી વધુ સતત IPL સીઝન
ડેવિડ વોર્નર - 3 વખત (2015, 2016 અને 2017)
કેએલ રાહુલ – 2 વખત (2020, 2021 અને 2022)
સચિન તેંડુલકર - 2 વખત (2010 અને 2011)
વિરાટ કોહલી - 2 વખત (2015 અને 2016)
શુભમન ગિલ - 2 વખત (2025 અને 2026)
શુભમન ગિલ પાસે ઓરેન્જ કેપ જીતવાની શાનદાર તક
શુભમન ગિલ પાસે હવે 2026 ની IPL સીઝનમાં ઓરેન્જ કેપ જીતવાની શાનદાર તક છે, તેને તેના સાથી ખેલાડી સાઈ સુદર્શન તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે, જે 554 રન સાથે લિસ્ટમાં ટોપ પર છે. શુભમન ગિલે 12 ઈનિંગમાં 46ની એવરેજથી 552 રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?