ગુજરાત ટાઈટન્સની IPL 2026ની શરૂઆત ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી બંને મેચ હારી ગઈ છે. 8 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા ગુજરાત ટીમ માટે સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમના કેપ્ટન શુભમન ગિલને દિલ્હી સામે રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે આ મેચ માટે પરત ફરી શકે છે.


શુભમન ગિલ ટીમના કેપ્ટન હોવાની સાથે સાથે બેટ સાથે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. તેનું કમબેક ટીમના પર્ફોમન્સમાં મહત્વપૂર્ણ પરિબળ રહેશે.

RR સામે મેચ રમી શક્યો નહીં શુભમન ગિલ

શુભમન ગિલને સ્નાયુઓમાં ખેંચાણના કારણે રાજસ્થાન સામેની મેચમાં રમવાનું ટાળવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ગેરહાજરીમાં રાશિદ ખાને ટીમની કેપ્ટનશીપ કરી હતી.


શુભમન ગિલની ગેરહાજરી ટીમને ચોક્કસપણે અનુભવાઈ હતી. તેની વાપસી આગામી મેચમાં ટીમની દિશા નક્કી કરશે. મીડિયા રિપોર્ટ મુજબ તે હવે સંપૂર્ણપણે ફિટ છે અને દિલ્હી સામેની મેચમાં રમશે.

દિલ્હી સામે થશે ટક્કરની મેચ

અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. ટીમે અત્યાર સુધી બંને મેચ જીતી છે, જ્યારે ગુજરાતને હજુ પણ પોતાનું ખાતું ખોલવાની જરૂર છે.

શુભમન ગિલ આ સિઝનમાં ટીમ માટે માત્ર એક જ મેચ રમ્યો છે, જેમાં તેને પંજાબ કિંગ્સ સામે 27 બોલમાં 39 રન બનાવ્યા છે. શુભમન ગિલના IPL પ્રદર્શન પર નજર કરીએ તો તેને 116 ઈનિંગમાં 3905 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો 

  • Follow us on: