ગુજરાત ટાઈટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ ફ્રેન્ચાઈઝી માલિકો, ભાગીદારો અને ફેન્સ એક મંચ પર એકત્રિત થયા હતા.


આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને આગલી દિશામાં આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ફ્રેન્ચાઈઝીને વ્યાખ્યાયિત કરતી એકતા મહત્વાકાંક્ષા અને ‘ગુજરાત-ફર્સ્ટ’ વિચારધારાને રજૂ કરતા આ કાર્યક્રમમાં સ્મરણ, સન્માન અને સાંસ્કૃતિક ઉજવણીનો સમન્વય જોવા મળ્યો હતો. આ પ્રસંગે ટીમના રાજ્ય તથા તેના ફેન્સ વચ્ચેનો ગાઢ સંબંધ વધુ મજબૂત બનાવ્યો હતો. સાથે જ આ પ્રસંગે યાદ અપાવ્યું હતું કે ગુજરાત ટાઈટન્સ મેદાન પર અને મેદાન બહાર બંને રીતે લીગની સૌથી ડાયનામિક, સતત પર્ફોર્મન્સ આપતી અને ફેન્સ દ્વારા પ્રેરિત ફ્રેન્ચાઈઝીઓમાંની એક તરીકે વિકસી છે.

પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતવાની મજબૂત પરંપરા સ્થાપિત કરવાથી લઈને સતત અસરકારક પર્ફોર્મન્સીસ અને આઈપીએલમાં સૌથી સક્રિય ફેન કમ્યુનિટીમાંની એક કમ્યુનિટી વિકસાવવા સુધી, ગુજરાત ટાઈટન્સ સંસ્કૃતિ, નેતૃત્વ અને લાંબા ગાળાના વિઝન પર સ્પષ્ટ ધ્યાન સાથે આગળ વધી રહી છે.

આ કાર્યક્રમમાં હેડ કોચ રહ્યા હાજર

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ચેરમેન જિનલ મહેતા તેમજ ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર શાન મહેતાની હાજરી સાથે ટોરેન્ટ ગ્રુપના અન્ય સભ્યોની ઉપસ્થિતિએ ફ્રેન્ચાઈઝીના વિઝન અને મૂલ્યો પ્રત્યે લીડરશિપની સતત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહ, હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા, જેના કારણે એકતાસભર નેતૃત્વ અને ટીમનો માહોલ વધુ સ્પષ્ટ બન્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ હતું ટીમની સામૂહિક સફરની ઉજવણી, જેમાં સાતત્ય, વિકાસ અને મહત્ત્વાકાંક્ષા જેવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં કેપ્ટન શુભમન ગિલની વિશેષ સરાહના કરવામાં આવી હતી.

આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર અનન્યા બિરલાએ આ સિઝનમાં પ્રિન્સિપલ સ્પોન્સર તરીકે બિરલા એસ્ટેટ્સની ભૂમિકા રજૂ કરી હતી. પાર્ટનર્સ અને સ્પોન્સર્સે રમતની આગળ વધીને સમુદાયો સાથે અર્થપૂર્ણ અને લાંબા ગાળાના સંબંધો નિર્માણ કરવાની સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવે કર્યું પર્ફોમન્સ

મંદિરા બેદી દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં સંગીત, સંસ્કૃતિ અને ઉજવણીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ઊર્જાસભર ઓપનિંગ એક્ટ અને શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ટીમના થિયેટ્રિકલ અનાવરણ દ્વારા સમગ્ર ટીમને મંચ પર રજૂ કરવામાં આવી હતી. ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવેના પર્ફોર્મન્સે આ અનુભવોને વધુ યાદગાર બનાવ્યો હતો, જેમાં સંગીત, નૃત્ય અને પરંપરાગત તત્વો દ્વારા રાજ્યની ઓળખ અને ફ્રેન્ચાઈઝીને વ્યાખ્યાયિત કરતી સામુદાયિક ભાવના જોવા મળી હતી.

ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત 31 માર્ચે મુલ્લનપુર ખાતે પંજાબ કિંગ્સ સામેની મેચથી કરશે. ત્યારબાદ ટીમ 4 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની પોતાની પ્રથમ હોમ મેચ માટે અમદાવાદ પરત ફરશે. મજબૂત ઓળખ, સ્પષ્ટ દિશા અને વધતા ફેન કનેક્ટ સાથે ગુજરાત ટાઈટન્સ ઉદ્દેશ્ય, ગતિ અને વિશ્વાસ સાથે આઈપીએલ 2026નો પ્રારંભ કરી રહી છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: