બે ખરાબ સિઝન, ટીમના સતત ઘટતા પ્રદર્શન અને ફેન્સની ચિંતા પછી દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે કે શું હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ જોખમમાં છે? પરંતુ તાજેતરના એક રિપોર્ટે ચર્ચાને સંપૂર્ણપણે બદલી નાખી છે.
સતત નિરાશાજનક પ્રદર્શન છતાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સુરક્ષિત માનવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સનું ટીમ મેનેજમેન્ટ માને છે કે સમસ્યા કેપ્ટનશીપમાં નહીં, પરંતુ ટીમના અન્ય પાસાઓમાં છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ખરાબ પ્રદર્શન છતાં ફ્રેન્ચાઈઝ હાલમાં કેપ્ટનશીપમાં ફેરફાર કરવાનું વિચારી રહી નથી. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2026 સીઝનમાં તેના સામાન્ય પ્રદર્શન છતાં હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે રહે તેવી અપેક્ષા છે અને હાલમાં તેની કેપ્ટનશીપ પર કોઈ ખતરો નથી.
મુંબઈ ઘણા સમયથી આ ટાઈટલની રાહ જોઈ રહ્યું
તમને જણાવી દઈએ કે 2024 માં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ સીઝન પછી પણ ટીમના નસીબમાં ખાસ ફેરફાર થયો નથી. મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે 2020માં ટાઈટલ જીત્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી ટ્રોફી માટે ઝંખના કરી રહી છે, અને આ વખતે પરિસ્થિતિ વધુ સારી દેખાતી નથી.
ટીમે તાજેતરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવી હતી, પરંતુ આ જીત મજબૂત ટીમ સામે ન હતી, તેથી તેનાથી બહુ આશા જાગી ન હતી. હાલમાં ટીમ પોઈન્ટ ટેબલમાં પાછળ રહી ગઈ હોય તેવું લાગે છે, અને પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.
સ્ટાર ખેલાડીઓનું ખરાબ ફોર્મ
ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ તેના સ્ટાર ખેલાડીઓનું ફોર્મમાં ન હોવાનું માનવામાં આવે છે. ટીમના બોલિંગનો મુખ્ય આધારસ્તંભ ગણાતો જસપ્રીત બુમરાહ આ સિઝનમાં અત્યાર સુધીમાં ફક્ત 3 વિકેટ લઈ શક્યો છે. ગયા વર્ષે શાનદાર 717 રન બનાવનારા સૂર્યકુમાર યાદવે આ વખતે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ફક્ત 195 રન જ બનાવી શક્યા છે. હાર્દિક પંડ્યાનું પ્રદર્શન પણ અપેક્ષાઓ કરતાં ઓછું રહ્યું છે, પરંતુ તેની ઓલરાઉન્ડર ભૂમિકા અને કેપ્ટનશીપ ટીમનો તેમના પર વિશ્વાસ મજબૂત બનાવી રહી છે.
પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
આ દરમિયાન રોહિત શર્માની ઈજાએ પણ ટીમને મોટો ઝટકો આપ્યો. હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તે લગભગ એક મહિના સુધી બહાર રહ્યો હતો, જેના કારણે ઓપનિંગ કોમ્બિનેશન પર ગંભીર અસર પડી હતી. પરંતુ તેની વાપસી પછી તેને રાયન રિકલ્ટન સાથે મજબૂત ભાગીદારી કરીને થોડી રાહત આપી છે. આ સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ પડકારજનક રહી છે. 10 મેચમાંથી ફક્ત 6 પોઈન્ટ સાથે ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. હવે ટીમ બાકીની મેચો જીતવા અને સિઝનનો સન્માન સાથે અંત કરવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન મેનેજમેન્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે હાલ માટે કેપ્ટનશીપમાં કોઈ ફેરફાર થશે નહીં અને તેમને હાર્દિક પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?