IPL 2026ની મહત્વપૂર્ણ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો જ્યારે હાર્દિક પંડ્યા ટોસ માટે મેદાનમાં જોવા મળ્યો નહીં. લખનૌ સુપર જાયન્ટ્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2026ની 47મી મેચમાં તેની ગેરહાજરીથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાનમાં આવ્યો. આ પરિસ્થિતિમાં મુંબઈના ફેન્સની નજર હાર્દિક પંડ્યાને શોધતી જોવા મળી અને દરેકના મનમાં ઘણા સવાલો ઉભા થવા લાગ્યા. પરંતુ થોડા સમય પછી કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફેન્સના બધા સવાલોના જવાબ આપ્યા.
હાર્દિકનું નામ પ્લેઈંગ ઈલેવનમાંથી ગાયબ
વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં રમી રહ્યો નથી કારણ કે તેની તબિયત સારી નથી. સૂર્યકુમારે જણાવ્યું હતું કે તે ખરાબ સ્વાસ્થ્યને કારણે આ મેચ માટે ઉપલબ્ધ નથી. હાર્દિકની ગેરહાજરીમાં ટીમની કમાન સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં સતત સંઘર્ષ કરી રહી છે અને પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમે 9 મેચમાં ફક્ત 2 જીત નોંધાવી છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેને ટોસ દરમિયાન સમજાવ્યું કે પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે તાજેતરના મેચોમાં બીજી ઈનિંગમાં બેટિંગ સરળ બની ગઈ છે. સૂર્યકુમારે એ પણ સ્પષ્ટતા કરી કે હાર્દિક પંડ્યાની તબિયત સારી નથી, તેથી તે તેના સ્થાને ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવે એ પણ જાહેરાત કરી કે રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે, જેના કારણે સ્ટેડિયમમાંથી તાળીઓનો ગડગડાટ થયો. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્વપૂર્ણ છે. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ટીમને જીતની જરૂર છે, અને કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરી એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે અલગ અલગ ટીમની કરી જાહેરાત, મે થી જુલાઈ દરમિયાન રમાશે મેચ