IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા હેનરિક ક્લાસેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સિઝનની 56 મેચો પછી ક્લાસેન સૌથી વધુ રન માટે ઓરેન્જ કેપ ધરાવે છે. તેને 12 મેચોની 12 ઈનિંગમાં 50.80 ની શાનદાર એવરેજ અને 153.94 ના સ્ટ્રાઈક રેટથી 508 રન બનાવ્યા છે.


તમને જણાવી દઈએ કે હેનરિક ક્લાસેન સિવાય ઓરેન્જ કેપ લિસ્ટમાં રહેલા અન્ય પાંચ બેટ્સમેન ટોપ ઓર્ડરમાં રમે છે. ક્લાસેન એકમાત્ર એવો ખેલાડી છે જે મિડલ ઓર્ડરમાં રમતા હોવા છતાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સાથે તેને IPL રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને એક ઐતિહાસિક લિસ્ટમાં જોડાયો છે. રોહિત શર્મા પણ આ લિસ્ટનો એક ભાગ છે.

હેનરિક ક્લાસેનનો મોટો રેકોર્ડ

હકીકતમાં હેનરિક ક્લાસેન હવે એવા ખેલાડીઓના જૂથમાં સામેલ થઈ ગયો છે જેને ચોથા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે એક જ IPL સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે. હાલમાં રિષભ પંત આ લિસ્ટમાં ટોપ પર છે. રિષભ પંતે 2018 સીઝનમાં 579 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે હેનરિક ક્લાસેન પાસે હજુ પણ રિષભ પંતનો રેકોર્ડ તોડવાની તક છે. રોહિત શર્મા 538 રન સાથે આ લિસ્ટમાં બીજા નંબરે છે.

ચોથા નંબર પર કે તેથી નીચે બેટિંગ કરીને IPL સિઝનમાં 500+ રન

579 - રિષભ પંત (દિલ્હી ડેરડેવિલ્સ, 2018)

573 - રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ, 2024)

538 - રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ, 2013)

513 - ગ્લેન મેક્સવેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, 2021)

508* - હેનરિક ક્લાસેન (સનરાઈઝર્સ હૈદરાબાદ, 2026)

હેનરિક ક્લાસેનનું IPL કરિયર

હેનરિક ક્લાસેનના IPL કરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 61 મેચ રમી છે, જેમાં તેને 57 ઈનિંગમાં 42.29 ની એવરેજ અને 165.39 ના સ્ટ્રાઈક રેટથી 1988 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જેનો હાઈ સ્કોર 105* છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: