ઇન્ડિયન પ્રીમિયર લીગનો 44 મો મુકાબલો આજે ચેપોક ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. જો કે, મેચમાં મુંબઈની સ્થિતિ ખરાબ છે, અને દરેક મેચ હવે તેમના માટે કરો યા મરો જેવી છે. બીજી તરફ સીએસકે પણ મુશ્કેલીમાં છે, કારણ કે, તે પોતાના ઘરઆંગણે રમાયેલી છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું. તે મેચનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક CSK નો ચાહક ચીયરલીડર્સ સાથે મજાક કરતો , તેમની મજાક ઉડાવતો જોવા મળે છે. જો કે, વિદેશી ચીયરલીડરે પણ યુવકને યોગ્ય જવાબ આપ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
IPL 2026, મેકઅપ વિના સારા દેખાશો
વાયરલ વીડિયો ચેપોકનો છે, જેમાં મેચ દરમિયાન સીએસકેનો એક ચાહક ચીયરલીડર સાથે મજાક કરતો જોવા મળે છે. આ વીડિયો પ્રેક્ષકોમાં બેઠેલા CSK ફેન દ્વારા ફિલ્માવવામાં આવ્યો હતો. ચાહક ચીયરલીડરને કહે છે, "તમે એંજલ જેવા દેખાઓ છો, પણ મેકઅપ વિના તું વધુ સારા દેખાશો." ચીયરલીડર આ સાંભળીને ચોંકી જાય છે, અને સામે પણ એટલી સ્પષ્ટતાથી જવાબ આપે છે કે, છોકરો વિચારતો થઈ જાય છે.
