IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR) વિજય રથ પર સવાર છે. ગુવાહાટીમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 6 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની તોફાની બેટિંગના દમ પર રાજસ્થાને આ જીત હાંસલ કરી છે.

8મી ઓવરમાં જ જીત

રાજસ્થાન રોયલ્સ અને આરસીબી વચ્ચે રમાયેલી મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ રજત પાટીદારના 63 રનની મદદથી 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 78 રન અને ધ્રુવ જુરેલે 43 બોલમાં 81 રન ફટકારીને ટીમને 18મી ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. આ જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ટીમોની વર્તમાન સ્થિતિ

રાજસ્થાન રોયલ્સ અત્યારે 4 મેચમાં 4 જીત અને 8 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે છે. પંજાબ કિંગ્સ 5 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે હાર છતાં આરસીબી 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને જળવાઈ રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પણ 4-4 પોઈન્ટ ધરાવે છે.

CSK અને KKR માટે મુશ્કેલી

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે આ સિઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે, ટીમ હજુ સુધી એક પણ પોઈન્ટ મેળવી શકી નથી અને દસમા ક્રમે છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ 4 મેચમાં માત્ર 1 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે, જેના કારણે બંને મોટી ટીમો પર પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.


આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH Live Score: 10 ઓવર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 132 રન