IPL 2026 જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ પર્પલ કેપ મેળવવાની સ્પર્ધા વધુ રોમાંચક બની રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ વિકેટ લેનારા ટોપ બોલરોની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. હાલમાં રાજસ્થાન રોયલ્સના બોલરો આ લિસ્ટમાં છવાયેલા છે.


રવિ બિશ્નોઈ

રાજસ્થાન રોયલ્સનો લેગ સ્પિનર રવિ બિશ્નોઈ હાલમાં 7 વિકેટ સાથે યાદીમાં ટોચ પર છે. તેણે માત્ર 3 મેચમાં આ સિદ્ધિ મેળવી છે, જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 4/41 રહ્યો છે.

પ્રસિદ્ધ કૃષ્ણા

ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે. રન રોકવામાં ભલે થોડા મોંઘા સાબિત થયા હોય, પરંતુ મહત્વની વિકેટો લેવામાં તે સફળ રહ્યો છે.

રાશિદ ખાન

અનુભવી સ્પિનર રાશિદ ખાને 3 મેચમાં 5 વિકેટ લીધી છે. ખાસ વાત એ છે કે, તેનો ઈકોનોમી રેટ (7.08) ખૂબ જ શાનદાર રહ્યો છે, જે બેટર્સ પર દબાણ બનાવે છે.

લુંગી એન્ગિડી

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીએ 3 મેચમાં 5 વિકેટ ઝડપી છે. પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં તેની બોલિંગ દિલ્હી માટે મહત્વની સાબિત થઈ રહી છે.

નાન્દ્રે બર્ગર

રાજસ્થાનનો આ આક્રમક બોલર નાન્દ્રે બર્ગર 3 મેચમાં 5 વિકેટ સાથે પાંચમા સ્થાને છે. તેની ગતિ અને આક્રમકતા વિરોધી ટીમો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.


આ પણ વાંચો - IPL 2026 RR vs RCB Playing 11: જયસ્વાલ-વૈભવનું તોફાન કે કોહલીનો ક્લાસ? જાણો કેવી હશે પ્લેઈંગ11?


  • Follow us on: