IPL 2026ની 16મી મેચમાં આજે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં બે દિગ્ગજ ટીમો, રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામસામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે, જેના કારણે આજનો મુકાબલો રોમાંચક બનવાની પૂરેપૂરી શક્યતા છે.
પડિક્કલ અને પાટીદારની જોડીનો જાદુ
RCB માટે આ સિઝનમાં દેવદત્ત પડિક્કલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે અગાઉની મેચોમાં ચેન્નાઈ સામે 50 અને હૈદરાબાદ સામે 61 રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. કેપ્ટન રજત પાટીદાર અને ઓસ્ટ્રેલિયન પાવર-હિટર ટિમ ડેવિડ મિ઼ડલ ઓર્ડરને સ્થિરતા આપી રહ્યા છે. બોલિંગમાં જેકબ ડફી અને સ્પિનર સુયશ શર્માએ રન રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
યશસ્વી અને વૈભવનો આક્રમક અંદાજ
બીજી તરફ, રાજસ્થાન રોયલ્સની બેટિંગ આ સિઝનમાં સૌથી વધુ વિસ્ફોટક સાબિત થઈ રહી છે. યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. ગત મેચમાં બુમરાહના પહેલા જ બોલ પર સિક્સ ફટકારી તેણે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. હાલ યશસ્વી જયસ્વાલ પણ લયમાં છે, જે RCBના બોલરો માટે મોટો પડકાર બની શકે છે.
રાજસ્થાન રોયલ્સ (RR)ની સંભવિત પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (wk), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની સંભવિત પ્લેઈંગ 11
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (wk), ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, અભિનંદન સિંઘ
આ પણ વાંચો - IPL 2026: વૈભવ સૂર્યવંશી પાસે જીતેશ શર્માએ માગ્યું બેટ...ક્રિકેટર આપ્યો મજેદાર જવાબ, આજે RR vs RCB ટક્કર