આઈપીએલ ૨૦૨૬માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી રહેલા ૧૫ વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ પહેલા વૈભવ અને જીતેશ શર્મા વચ્ચે બેટને લઈને થયેલી મજેદાર વાતચીત વાયરલ થઈ રહી છે.
"લીગ પછી આપીશ, અત્યારે નહીં!" – વૈભવનો મજેદાર અંદાજ
પ્રેક્ટિસ સેશન દરમિયાન RCBનો ખેલાડી જીતેશ શર્મા વૈભવ પાસે પહોંચ્યો હતો અને તેનું બેટ માંગ્યું હતું. જીતેશે મજાકમાં બેટ લઈને આભાર પણ માન્યો, પરંતુ વૈભવે તરત જ પોતાનું બેટ પાછું લઈ લીધું હતું. વૈભવે હસતા હસતા કહ્યું, "ભાઈ, અત્યારે તો આ પાછું આપી દો, આપણે પછી વાત કરીશું. મેં તમને વચન આપ્યું છે કે આઈપીએલ પૂરી થયા પછી હું તમને આ બેટ આપીશ, અત્યારે કોઈ તક નથી!" બંને ખેલાડીઓ વચ્ચેની આ હળવી પળોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.
વૈભવ સૂર્યવંશી નાની ઉંમરે સ્ટાર ક્રિકેટર બન્યો
વૈભવે ગયા વર્ષે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું અને માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. ચાલુ સીઝનમાં પણ તેનું ફોર્મ શાનદાર રહ્યું છે. વૈભવે CSK સામે 52 રનની ધમાકેદાર ઇનિંગ રમી લોકોના દિલ જીતી લીધા. મુંબઈ સામે ૩૯ રન, જેમાં દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને તેણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
ગુવાહાટીમાં રોમાંચક જંગ: RR vs RCB
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં RR vs RCB આજે જોરદાર જંગ જોવા મળશે. આજે સાંજે ૭:૩૦ વાગ્યે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુવાહાટીના મેદાન પર મુકાબલો થશે. મેચ પહેલા ટોસ સાંજે ૭:૦૦ વાગ્યે થશે.સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન ટીમ અને ફાફ ડુ પ્લેસિસની RCB વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ખાસ કરીને વૈભવ સૂર્યવંશીની બેટિંગ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : KKR Vs LSG: ફિન એલનનો કેચ આવ્યો વિવાદમાં, આઉટ કે નોટઆઉટ ? શરૂ થઈ ચર્ચા