આજે આઈપીએલ 2026ની 16મી મેચમાં બે અજેય ટીમો, રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ગુવાહાટીના મેદાનમાં આમને-સામને હશે. આ મેચમાં ચાહકોની નજર ખાસ કરીને 15 વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી પર રહેશે, જે 351 દિવસ જૂના હિસાબ ચુકતે કરવા મેદાનમાં ઉતરશે.

વૈભવ સૂર્યવંશી vs ભુવનેશ્વર કુમાર

વૈભવ માટે આજનો મુકાબલો માત્ર એક મેચ નથી, પણ ગત સિઝનનો બદલો લેવાની તક છે. ગત સિઝનમાં 24 એપ્રિલ, 2025 ના રોજ જ્યારે RR અને RCB સામસામે હતા, ત્યારે વૈભવ માત્ર 16 રન (12 બોલ) બનાવીને આઉટ થયો હતો. તે મેચમાં દિગ્ગજ બોલર ભુવનેશ્વર કુમારે વૈભવને બોલ્ડ કર્યો હતો. આ વખતે ભુવનેશ્વર RCB ટીમનો ભાગ છે, તેથી વૈભવ માટે આ હિસાબ સરભર કરવાની મોટી તક છે.

MI સામે બદલો પૂરો

વૈભવ સુર્યવંશીએ વર્તમાન સિઝનમાં મુંબઈ સામે 14 બોલમાં 39 રન ફટકારીને ગત વર્ષના શૂન્ય રનનો બદલો લઈ લીધો છે. હવે તેનો આગામી ટાર્ગેટ RCB અને ભુવનેશ્વર છે.

IPL 2026 માં વૈભવનો અત્યાર સુધીનો દબદબો

વૈભવે આ સિઝનમાં વિસ્ફોટક બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. તેણે 3 ઇનિંગ્સમાં 122 રન (હાઈએસ્ટ સ્કોર: 52) બનાવ્યા છે. તેનો આશરે સ્ટ્રાઈક રેટ 249, જે આ સિઝનમાં સૌથી વધુ પૈકીનો એક છે. જ્યારે તેણે અત્યાર સુધી 11 સિક્સ અને 10 ફોર ફટકારી ચૂક્યો છે.

બુમરાહ પર પ્રહાર

ગત મેચમાં વૈભવ સુર્યવંશીએ જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર સિક્સ ફટકારીને પોતાની નિર્ભયતા સાબિત કરી હતી. જેની ચર્ચા આજે પણ ફેન્સના મોઢે સાંભળવા મળી રહી છે.


આ પણ વાંચો - IPL 2026 RR vs RCB Playing 11: જયસ્વાલ-વૈભવનું તોફાન કે કોહલીનો ક્લાસ? જાણો કેવી હશે પ્લેઈંગ11?