IPL 2026 માં આજે એવી બે ટીમો વચ્ચે મેચ રમાવાની છે જે વર્તમાન સિઝનની એકપણ મેચ હારી નથી. RCB એ આ સિઝનમાં બે મેચ રમી છે, જ્યારે RRએ ત્રણ મેચ રમી છે. આ મેચ ગુવાહાટીના વરસાપારા સ્ટેડિયમમાં રમાવાની છે. આવામાં ફેન્સના મનમાં સવાલ છે કે, શું ગત મેચની જેમ આ મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ જશે? આ અહેવાલમાં આપણે વેધર રિપોર્ટ અને હેડ ટુ હેડ રેકોર્ડ જાણીશું.
IPL 2026માં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં જંગ જામશે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે.
ગુવાહાટી વેધર રિપોર્ટ
Google Weather ના અહેવાલ મુજબ, ગુવાહાટીમાં આજે તાપમાન મહત્તમ 25°C અને લઘુત્તમ 17°C રહેવાની શક્યતા છે. વરસાદની આગાહી નહિવત છે. દિવસ દરમિયાન હળવા વરસાદની 45 ટકા શક્યતા છે, પરંતુ રાત્રે આ શક્યતા ઘટીને માત્ર 5 ટકા થઈ જાય છે. અત્યારે હવામાન 'મોટેભાગે સૂર્યપ્રકાશ' છે અને રાત્રે આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. તેથી, મેચ રદ થવાની શક્યતા નહિવત છે અને આખી મેચ જોવા મળી શકે છે.
RR vs RCB હેડ ટુ હેડ રેકોર્ડ
IPL ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કાંટાની ટક્કર જોવા મળી છે.
- કુલ મેચ: 34
- RCB ની જીત: 17
- RR ની જીત: 14
- પરિણામ વગરની મેચ: 3
આંકડાકીય રીતે RCBનું પલ્લું થોડું ભારે છે, પરંતુ આ સિઝનમાં બંને ટીમો અજેય હોવાથી મુકાબલો રોમાંચક રહેશે. જો મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. મેચ આજે સાંજે 7:30 કલાકે શરૂ થશે. જ્યારે ટોસ: 7:00 કલાકે ઉછાળવામાં આવશે.
આ પણ વાંચો - IPL 2026 RR vs RCB Playing 11: જયસ્વાલ-વૈભવનું તોફાન કે કોહલીનો ક્લાસ? જાણો કેવી હશે પ્લેઈંગ11?