IPL પીચ પર સ્પર્ધા ફક્ત ટ્રોફી માટે જ નથી,પણ કેપ માટે પણ છે.કોણ ઓરેન્જ કેપ પહેરશે,કોણ પર્પલ કેપ પહેરશે? આ અંગે ખેલાડીઓમાં જોરદાર જંગ ચાલી રહ્યો છે.હાલમાં,T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર બેટ્સમેન ઓરેન્જ કેપ માટે રેસમાં આગળ છે.અમે ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શન વિશે વાત કરી રહ્યા છીએ,જે 16 મેની સાંજે KKR સામેની મેચ પછી નંબર 1 ઓરેન્જ કેપ વિજેતા બન્યા હતા.પર્પલ કેપ હજુ પણ RCB ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પાસે છે.
સાઈ સુદર્શન ઓરેન્જ કેપમાં નંબર 1
KKR સામેની મેચ પહેલા,સાઈ સુદર્શન12 મેચમાં 501 રન સાથે યાદીમાં બીજા સ્થાને હતા.ઓરેન્જ કેપ પહેલા SRHના હેનરિક ક્લાસેન પાસે હતી,જેમણે 12 મેચમાં 508 રન બનાવ્યા છે.જોકે, KKR સામે 28 બોલમાં 53 રન સાથે,સાઈ સુદર્શને હવે ઓરેન્જ કેપનો દાવો કર્યો છે.13 મેચ પછી તેના 554 રન થઈ ગયા છે.
ટી20માં સૌથી ઝડપી 3000 રન બનાવ્યા
આ ઇનિંગ દરમિયાન, સાઈ સુદર્શને ટી20 માં સૌથી ઝડપી 3000 રન બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી.અગાઉ ઓસ્ટ્રેલિયાના શોન માર્શના નામે 85 ઇનિંગમાં સૌથી ઝડપી 3000 ટી20 રન બનાવવાનો રેકોર્ડ હતો.સાઈ સુદર્શને હવે ફક્ત 78 ઇનિંગમાં 3000 રન બનાવીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
સુદર્શન અને ગિલ વચ્ચે ટક્કર
જોકે, સાઈ સુદર્શનને રનર્સ કેપ માટેની રેસમાં હજુ પણ એકતરફી લીડ નથી. તેને તેના સાથી અને ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, જે તેનાથી માત્ર બે રન પાછળ છે. શુભમન ગિલે ૧૨ મેચમાં ૫૫૨ રન બનાવ્યા છે અને હાલમાં તે બીજા સ્થાને છે. એટલે કે, 16મેના રોજ KKR અને GT વચ્ચે રમાયેલી IPL ૨૦૨૬ની ૬૦મી મેચ બાદ, હેનરિક ક્લાસેન પ્રથમ સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયો છે.
વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશી પાસે મોટી તક
૧૭ મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમનારા વિરાટ કોહલી પાસે હવે GTના ઓપનરોને પાછળ છોડીને ઓરેન્જ કેપ જીતવાની મોટી તક છે. વિરાટ કોહલી હાલમાં 12 મેચમાં 484 રન બનાવી ચૂક્યો છે અને ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાને છે. વૈભવ સૂર્યવંશી પણ 17મેના રોજ રમશે. હાલમાં, તે 11 મેચમાં 440 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં નવમા સ્થાને છે. જોકે, જો તે ૧૭ મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે મોટી ઇનિંગ્સ રમશે, તો તે ઓરેન્જ કેપ જીતવાની નજીક જઈ શકે છે અથવા તેનો દાવો પણ કરી શકે છે.
ભુવીનો પર્પલ કેપ દબદબો
પર્પલ કેપ માટેનો મુકાબલો પણ કડક છે.પરંતુ કડક સ્પર્ધાનો સામનો કરવા છતાં, ભુવનેશ્વર કુમાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.તેણે 12 મેચમાં 22 વિકેટ લીધી છે. ગુજરાતના બોલર કાગીસો રબાડા 13 મેચમાં 21 વિકેટ સાથે બીજા ક્રમે છે.
આ પણ વાંચો - KKR Vs GT: કોલકાતાએ ગુજરાત ટાઈટન્સને 29 રને હરાવ્યું, સુનીલ નારાયણની શાનદાર બોલિંગ