બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટથી હરાવ્યું. RCBની આ જીત સાથે જ વિરાટ કોહલીએ આઈપીએલ મોટી સિદ્ધિ હાસિલ કરી. વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી અને સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો. RCB તરફથી રમતા વિરાટ કોહલીએ પોતાની 279મી મેચ રમી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને પાછળ છોડી દીધા. ધોની અને રોહિતે IPLમાં 278 મેચ રમી છે. કોહલીએ હવે IPLમાં 9,000 થી વધુ રન બનાવ્યા છે, તેણે 279 મેચોમાં 9 સદી અને 66 અડધી સદી સાથે 9,145 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની આ સિદ્ધિઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને ક્રિકેટનો 'કિંગ' કહેવામાં આવે છે.
IPLમાં વિરાટ કોહલીનો અદ્ભૂત રેકોર્ડ
ટીમ ઇન્ડીયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની શાનદાર બેટિંગ કરનાર ખેલાડી તરીકે લોકપ્રિય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં વિરાટે બે મોટી અદ્ભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી. એક સૌથી ઝડપી રન બનાવનાર ખેલાડી તરીકે વિરાટે 14,000 રન પૂરા કર્યા. આ સાથે, તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર બેટ્સમેન બન્યો. કોહલીએ આ સિદ્ધિ ફક્ત 409 ઇનિંગ્સમાં હાંસલ કરી. તેણે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો, જેમણે 423 ઇનિંગ્સમાં 14,000 ટી20 રન પૂરા કર્યા હતા.













