IPL 2026 હવે ફક્ત બે અઠવાડિયા દૂર છે. આ વર્ષનો એવો સમય છે જ્યારે ફેન્સ તેમના પ્રિય ક્રિકેટર એમએસ ધોનીને રમતા જુએ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી એમએસ ધોની વર્ષમાં ફક્ત એક જ વાર IPL માં રમે છે.
ફેન્સ IPL 2026માં ધોનીને ફરીથી રમતો જોવા માટે એક્સાઈટેડ છે. દર વર્ષ ફેન્સ ચિંતા કરે છે કે આ ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે. આ લાગણી 2026માં પણ અનુભવાય છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે ધોનીના ભવિષ્ય વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
એમએસ ધોની છેલ્લી વાર આઈપીએલ રમશે?
જિયોહોટસ્ટાર શોમાં ઈરફાન પઠાણે એમએસ ધોનીના ભવિષ્ય વિશે ચર્ચા કરી. તેમનું માનવું છે કે આ ધોનીનું ખેલાડી તરીકે છેલ્લું વર્ષ હોઈ શકે છે. તેમને કહ્યું કે "એમએસ ધોની વિના સીએસકે ટીમ અધૂરી છે. આ છેલ્લી વાર હોઈ શકે છે જ્યારે આપણે તેને યલો જર્સીમાં જોઈ શકીએ છીએ. તેના વિના સીએસકે અને આઈપીએલની કલ્પના કરવી મુશ્કેલ છે. જેમ જેમ આઈપીએલ નજીક આવી રહી છે, તેમ તેમ આપણે મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી રમતો જોઈએ છીએ. આ વખતે તે સંપૂર્ણપણે તૈયાર અને ફિટ દેખાય છે."
એમએસ ધોની યુવાનોને કરશે મદદ!
ઈરફાન પઠાણ માને છે કે આઈપીએલ 2026 દરમિયાન એમએસ ધોની સીએસકે માટે નવા લીડર્સ બનાવવાનો પ્રયાસ કરશે. તેમને કહ્યું કે "ધોની આ સિઝનમાં બધાને એકસાથે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. મને ખબર નથી કે તે આ વખતે કેટલી મેચ રમશે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં તેની હાજરી ટીમ માટે ખૂબ મદદરૂપ થશે. સંજુ સેમસનને ફાયદો થશે કારણ કે તે ટીમનો પણ ભાગ રહેશે."
પઠાણે વધુમાં કહ્યું કે "ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન હશે, પરંતુ એક ગ્રુપ તરીકે બે કે ત્રણ વ્યક્તિઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવશે. એમએસ ધોની આ સંદર્ભમાં મદદ કરશે. તેની ફિટનેસ અને બેટિંગ ક્રમ હજુ પણ સવાલમાં રહેશે. સીએસકે મેનેજમેન્ટ એક પછી એક પગલાં લેશે અને તેને તેની છઠ્ઠી આઈપીએલ ટ્રોફી સાથે સારી વિદાય આપવા માગશે."
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!