ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની ૫૨મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ તેમની શરૂઆત કોઈ ખરાબ સ્વપ્નથી ઓછી સાબિત થઈ નહીં.
રાજસ્થાન રોયલ્સ તરફથી પહેલી ઓવર ફેંકવા આવેલા જોફ્રા આર્ચરે નો-બોલ અને વાઈડનો એવો ધમાલ મચાવ્યો કે પોતાની પહેલી ઓવરમાં કુલ 11 બોલ ફેંકીને તેને એક એવો રેકોર્ડ બનાવ્યો જે કોઈ બોલર ક્યારેય બનાવવા માગશે નહીં.
જોફ્રા આર્ચર IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી
જોફ્રા આર્ચર હવે IPLના ઈતિહાસમાં એક મેચની પહેલી ઓવરમાં કુલ 11 બોલ ફેંકનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. IPLમાં અત્યાર સુધી સૌથી વધુ બોલ ફેંકવામાં આવેલા બોલના લિસ્ટમાં તે 6 અન્ય ખેલાડીઓ સાથે સંયુક્ત રીતે ટોપના સ્થાને છે. જો જોફ્રાએ આ ઓવરમાં વધુ એક બોલ ફેંક્યો હોત, તો તે IPLમાં એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલર બની ગયો હોત.
ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં જોફ્રાએ તેની પહેલી ઓવરમાં કુલ ચાર વાઈડ બોલ ફેંક્યા હતા અને તેમાં એક નો-બોલ પણ સામેલ હતો. આ સિવાય તેને આ ઓવરમાં કુલ 18 રન આપ્યા હતા.
IPLમાં એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકનારા બોલરો
મોહમ્મદ સિરાજ - 11 બોલ Vs મુંબઈ ઈન્ડિયન્સ (બેંગલુરુ, 2023, 19મી ઓવર)
તુષાર દેશપાંડે - 11 બોલ Vs લખનૌ સુપર જાયન્ટ્સ (ચેન્નાઈ, 2023, ચોથી ઓવર)
શાર્દુલ ઠાકુર - 11 બોલ Vs કોલકાતા નાઈટ રાઈડર્સ (કોલકાતા, 2025, 13મી ઓવર)
સંદીપ શર્મા - 11 બોલ Vs દિલ્હી કેપિટલ્સ (દિલ્હી, 2025, 20મી ઓવર)
હાર્દિક પંડ્યા - 11 બોલ Vs ગુજરાત ટાઇટન્સ (મુંબઈ, 2025, 8મી ઓવર)
અર્શદીપ સિંહ - 11 બોલ Vs ગુજરાત ટાઈટન્સ (મુલ્લાનપુર, 2026, 20મી ઓવર)
જોફ્રા આર્ચર - 11 બોલ Vs ગુજરાત ટાઈટન્સ (જયપુર, 2026, પહેલી ઓવર)
જોફ્રા આર્ચરે બોલ સાથે કર્યું શાનદાર પ્રદર્શન
રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે IPLની 19મી સીઝનમાં અત્યાર સુધી બોલિંગમાં શાનદાર સિઝન પસાર કરી છે, તેણે કુલ 15 વિકેટ લીધી છે. તેથી, ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચ તેના માટે થોડી મુશ્કેલીભરી સાબિત થઈ છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?