IPL 2026ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 77 રનથી એકતરફી જીત મેળવી હતી.


પરંતુ 15 વર્ષના રાજસ્થાન રોયલ્સના સ્ટાર વૈભવ સૂર્યવંશીએ આક્રમક ઈનિંગ રમીને જોરદાર લડાઈ આપી હતી. મેચ પછી તેની અને જોસ બટલર વચ્ચે એક ખાસ બોન્ડ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો, જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જોસ બટલરે વૈભવને આપી ગિફ્ટ

ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટ્સમેન જોસ બટલર અગાઉ રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે, જેના કારણે ટીમ પ્રત્યે તેમનો લગાવ વધ્યો છે. તેને 15 વર્ષના સ્ટાર વૈભવ સૂર્યવંશી પ્રત્યે પણ ઘણો પ્રેમ છે, આ વાત તેને સોશિયલ મીડિયા પર કહી છે.


જયપુરમાં મેચ પછી જોસ બટલરે વૈભવ સૂર્યવંશીને પોતાનું બેટ ગિફ્ટમાં આપ્યું, જેનાથી સૂર્યવંશી ખૂબ જ ખુશ થઈ ગયો. વૈભવ પહેલા પણ ગિફ્ટ તરીકે બેટ માગતો જોવા મળ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ જોસ બટલરની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. જોસ હંમેશા યુવા ખેલાડીઓનો ખૂબ જ સપોર્ટ કરતો જોવા મળ્યો છે.

શાનદાર ફોર્મમાં છે વૈભવ સૂર્યવંશી

છેલ્લી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 3 છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. પરંતુ તેને અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો, જેના કારણે તેમની ટીમ મેચ જીતી શકી ન હતી. પરંતુ રાજસ્થાન રોયલ્સ પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની સારી તક છે. તેમને તેમની બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવાની જરૂર પડશે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સને તેમની બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી 1 જીતવાની જરૂર પડશે. વધુમાં તેમને સારો નેટ રન રેટ જાળવી રાખવાની જરૂર પડશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: