કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 247 રન બનાવ્યા. IPL 2026માં કોલકાતાની ટીમ દ્વારા આ સૌથી વધુ ટોટલ છે. ઓપનર ફિન એલન માત્ર સદી ચૂકી ગયો પરંતુ KKR માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવવાથી પણ ચૂકી ગયો. ફિન એલનના આઉટ થયા પછી કેમેરોન ગ્રીન અને અંગક્રિશ રઘુવંશીએ ગુજરાત ટાઈટન્સના બોલરોને હેરાન કર્યો.
ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ફિન એલને ગુજરાતના બોલરોને હેરાન કર્યા, તેને 35 બોલમાં 93 રન બનાવ્યા. તે કોલકાતા નાઈટ રાઈડર્સના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીથી ચૂકી ગયો. ફિન એલન હજુ પણ KKR માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ધરાવે છે, તેને 47 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. ફિન એલને તેની ધમાકેદાર ઈનિંગમાં 10 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા.
22 છગ્ગા, 12 ચોગ્ગા KKRએ રચ્યો ઈતિહાસ
કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગમાં 22 છગ્ગા અને 12 ચોગ્ગા હતા. KKRના 247 રનમાંથી 180 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા. 22 છગ્ગા ફટકારીને કોલકાતાએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. કોલકાતા હવે એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનારી ટીમોમાં બીજા નંબરે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પણ 2 વખત એક ઈનિંગમાં 22 છગ્ગા ફટકારી ચૂક્યું છે, પરંતુ એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે છે, જેને 24 છગ્ગા ફટકાર્યા હતા.
247 રન કોલકાતા નાઈટ રાઈડર્સનો આઈપીએલના ઈતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે અને આઈપીએલ 2026માં તેમનો સૌથી મોટો સ્કોર છે.
કેમરોન ગ્રીન અને અંગક્રિશ રઘુવંશીએ રઘુવંશી મચાવી ધૂમ
ફિન એલન આઉટ થયા ત્યાં સુધીમાં કોલકાતાએ 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 139 રન બનાવી લીધા હતા. ત્યારબાદ કેમેરોન ગ્રીન અને અંગક્રિશ રઘુવંશીએ રન રેટ સ્થિર રાખ્યો અને ગુજરાતના બોલરોને હેરાન કર્યા. રઘુવંશી અને ગ્રીને 52 બોલમાં 108 રનની અણનમ પાર્ટનરશીપ કરી. ગ્રીને 28 બોલમાં 52 રન બનાવ્યા, જ્યારે રઘુવંશીએ 44 બોલમાં 82 રન બનાવ્યા.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?