કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. આ KKRનો છેલ્લા 7 મેચમાં છઠ્ઠો વિજય હતો, જેનાથી પ્લેઓફની તેમની આશા જીવંત રહી. મનીષ પાંડે અને રોવમેન પોવેલના લડાયક ઈનિંગને કારણે કોલકાતાએ વિજય મેળવ્યો.

ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 147 રન બનાવ્યા હતા. વરસાદથી પ્રભાવિત આ મેચમાં, મુંબઈની ઈનિંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો. રોહિત શર્મા, રાયન રિકલ્ટન અને સૂર્યકુમાર યાદવ નિષ્ફળ ગયા પછી, કોર્બિન બોશ (32), હાર્દિક પંડ્યા (26) અને તિલક વર્મા (20) ની ટૂંકી ઈનિંગને કારણે મુંબઈ 147 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ફક્ત 23 રન સાથે, મુંબઈના ટોપ 3 બેટ્સમેન આઉટ થઈ ગયા. રોહિત શર્માએ 15 અને રાયન રિકલ્ટને 6 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા નમન ધીર પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. તે 3 બોલમાં 0 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ 49 બોલમાં 43 રન ઉમેરીને ઈનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. બંને બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી. અંતે, કોર્બિન બોશે 18 બોલમાં 32 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.

કોલકાતાની ખરાબ શરૂઆત

148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી. પાછલી મેચમાં 93 રન બનાવનાર ફિન એલન ફક્ત 8 રન બનાવી શક્યો. અજિંક્ય રહાણે પણ 21 રન બનાવીને આઉટ થયો અને 25 કરોડ રૂપિયાના કેમેરોન ગ્રીને 2 વિકેટ લીધી પણ બેટિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા. કેકેઆરે થોડી જ વારમાં 54 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.

ત્યારબાદ મનીષ પાંડે અને રોવમેન પોવેલે ઈનિંગને સ્થિર કરી, 64 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ નોંધાવી. મનીષ પાંડેએ 45 અને પોવેલે 40 રન બનાવ્યા.

કોલકાતાએ 19મી ઓવરમાં 4 વિકેટથી મેચ જીતી લીધી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કોર્બિન બોશે 3 વિકેટ લીધી. આ જીત સાથે, કેકેઆર પ્લેઓફની નજીક પહોંચી ગયું.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?