કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે અડધી સદી ફટકારીને ભૂતપૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ તોડ્યો. રવિવારે કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે 42 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી, દિલ્હી કેપિટલ્સની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. દિલ્હીએ અંતિમ ઓવરમાં 5 વિકેટથી મેચ જીતી લીધી. રાહુલે તેની ઈનિંગ દરમિયાન એબી ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ તોડ્યો.

કેએલ રાહુલ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે સૌથી વધુ 50 થી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કેએલ રાહુલે રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે નવમી વખત 50 થી વધુ રન બનાવ્યા હતા. આ પહેલા આ રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે હતો, જેને રાજસ્થાન રોયલ્સ સામે 8 વખત 50 થી વધુ રન બનાવ્યા હતા. શિખર ધવન (7) અને વિરાટ કોહલી (7) આ લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે.

રાજસ્થાન સામે દિલ્હીનો છેલ્લી ઓવરમાં જીત

રાજસ્થાનના 194 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમે અભિષેક પોરેલ અને કેએલ રાહુલ સાથે શાનદાર શરૂઆત કરી. આ જોડીએ 10.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 105 રન બનાવ્યા.

કેએલ રાહુલ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે, તેને 42 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. દિલ્હીનો અંતિમ ઓવરમાં વિજય થયો. આ પહેલા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 193 રન બનાવ્યા હતા.

IPL 2026માં કેએલ રાહુલે મચાવી ધૂમ

IPL 2026માં કેએલ રાહુલનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. આ સિઝનમાં અત્યાર સુધી કેએલ રાહુલે 13 મેચમાં 533 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ ખાસ કરીને શાનદાર રહ્યો છે. કેએલ રાહુલે આ સિઝનમાં ઝડપી ગતિએ રન બનાવ્યા છે. IPL 2026 માં તેનો સ્ટ્રાઈક રેટ 171.94 રહ્યો છે. તેને 51 ચોગ્ગા અને 27 છગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા નંબરે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?