IPL 2026ની 65મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને છે. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
3 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્લેઓફ બર્થની દ્રષ્ટિએ આ મેચ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનનું ટીમમાં વાપસી છે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટી રાહત મળી છે કારણ કે નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ પછી જાહેરાત કરી હતી કે ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. તેમની સાથે યુવા અફઘાન સ્પિનર અલ્લાહ ગઝનફર જોડાશે. આ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક અનોખો રેકોર્ડ છે.
મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો અનોખો રેકોર્ડ
હાર્દિક પંડ્યા ટોસ માટે મેદાનમાં ઉતર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સ બીજી IPL ટીમ બની ગઈ જેમાં સતત 3 મેચમાં 3 અલગ અલગ કેપ્ટનોએ ટીમનું નેતૃત્વ કર્યું હોય. આ પહેલા સૂર્યકુમાર યાદવ અને પછી જસપ્રીત બુમરાહ મુંબઈનું નેતૃત્વ કરી રહ્યા હતા. હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં આવું ફક્ત એક જ વાર બન્યું છે, જ્યારે પુણે વોરિયર્સ ઈન્ડિયાએ 2013માં 3 અલગ અલગ કેપ્ટનો હેઠળ સતત 3 મેચ રમી હતી. તે સમયે રોસ ટેલર, એન્જેલો મેથ્યુસ અને એરોન ફિન્ચે સતત 3 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન
રયાન રિકલ્ટન, રોહિત શર્મા (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બીન બોશ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન
અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે.
મુંબઈ ઈન્ડિયન્સના ઈમ્પેક્ટ પ્લેયર
શાર્દુલ ઠાકુર, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, એએમ ગઝનફર.
કોલકાતા નાઈટ રાઈડર્સના ઈમ્પેક્ટ પ્લેયર
ફિન એલન, વૈભવ અરોરા, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, રાહુલ ત્રિપાઠી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?