IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો પ્રારંભ સારો રહ્યો હતો. પરંતુ તેઓ દિલ્હી કેપિટલ્સ સામે પોતાની બીજી મેચ હારી ગયા હતા. મુંબઈની ટીમ હવે પોતાની ત્રીજી મેચ માટે ગુવાહાટી પહોંચી છે, જ્યાં તેઓ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.
આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ટીમના 2 સ્ટાર ખેલાડીઓ સાથે, માતા કામાખ્યા મંદિરમાં દર્શન માટે ગયા હતા.
રોહિત શર્મા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 7 એપ્રિલ, 2026 ના રોજ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. મુંબઈની ટીમ જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે. મેચ પહેલા ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝ કેપ્ટન રોહિત શર્મા, તિલક વર્મા અને શાર્દુલ ઠાકુરે મા કામાખ્યા મંદિરના દર્શન કર્યા હતા.
શાર્દુલ ઠાકુર તેમની પત્ની અને બાળક સાથે હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તિલક વર્મા ઘણીવાર મંદિરોમાં દર્શન કરતા જોવા મળે છે. ત્રણેય ખેલાડીઓએ તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કર્યું છે, તેથી જ તેમને રાજસ્થાન રોયલ્સ સામે સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.
રોહિતે બેટથી મચાવવી પડશે ધૂમ
રોહિત શર્મા અત્યાર સુધી બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટુર્નામેન્ટ પછીની ODI સિરીઝમાં રમવાની તક મળે તે માટે હિટમેન આ ફોર્મ જાળવી રાખવા આતુર રહેશે. હાલમાં BCCI સિલેક્ટર્સ તેના ફોર્મ પર નજર રાખી રહ્યા છે.
શાર્દુલ ઠાકુરને પહેલી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેથી તે ત્રીજી મેચમાં પણ પ્રભાવ પાડવા માટે આતુર રહેશે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા બાદ તિલક વર્મા વાપસી કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો