IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી ન રહ્યું હોય, પરંતુ તેમના કેટલાક ખેલાડીઓએ આ સિઝનમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આવું જ એક નામ મિચેલ માર્શનું છે.
મિચેલ માર્શે IPL 2026ની સિઝન ખૂબ જ સારી રહી છે, તેને અત્યાર સુધી બેટથી સારું પ્રદર્શન કર્યું છે. તેને 19 મેના રોજ રાજસ્થાન સામેની મેચમાં 500 રનનો આંકડો પાર કર્યો હતો. તેને પાછલી IPL સિઝનમાં પણ 500 રનનો આંકડો પાર કર્યો હતો.
મિચેલ માર્શ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો
મિચેલ માર્શ લખનૌ સુપર જાયન્ટ્સનો પહેલો ખેલાડી છે જેને સતત બે IPL સિઝનમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. તેને આ સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે. તેને સમગ્ર IPL 2025 સીઝનમાં 627 રન પણ બનાવ્યા છે.
લખનૌના અન્ય કોઈ બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યો નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મિચેલ માર્શે જોશ ઈંગ્લિસ સાથે ઈનિંગની શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 100 રન બનાવ્યા.
ઈંગ્લિસ અને માર્શે ટીમને તોફાની શરૂઆત અપાવી
લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર જોશ ઈંગ્લિસ અને મિચેલ માર્શે આ સિઝનમાં લખનૌ માટે સૌથી ઝડપી ટીમ ફિફ્ટી ફટકારી હતી. બંનેએ મળીને રાજસ્થાન સામે માત્ર 3.3 ઓવરમાં ફિફ્ટીનો આંકડો પૂરો કર્યો હતો. આ સિઝનની શરૂઆતમાં લખનૌએ ચેન્નાઈ સામે 3.4 ઓવરમાં 50 રનનો આંકડો પૂરો કર્યો હતો. તમને જણાવી દઈએ કે લખનૌએ આ સિઝનમાં સતત ચોથી ફિફ્ટી-પ્લસ ઓપનિંગ પાર્ટનરશીપ પણ નોંધાવી છે. ઈંગ્લિસ અને માર્શે આ સિઝનમાં 95, 77, 135 અને 109 રનની પાર્ટનરશીપ નોંધાવી છે.
જોશ ઈંગ્લિસે ઝડપી ઈનિંગ રમી, મિચેલ માર્શ સદી ચૂક્યો
લખનૌની બેટિંગની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોશ ઈંગ્લિસે ધમાકેદાર શરૂઆત કરી હતી. તેને માત્ર 29 બોલમાં 60 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 206.90 હતો. જોશ ઈંગ્લિસે IPL 2026માં પ્રવેશ્યા પછી સારું પ્રદર્શન કર્યું છે.
જોશ ઈંગ્લિસે અત્યાર સુધી 4 મેચમાં 48.50ની એવરેજથી 194 રન બનાવ્યા છે, જેનો સ્ટ્રાઈક રેટ 195 થી વધુ છે. ઈંગ્લિસે આ સિઝનમાં 2 અડધી સદી ફટકારી છે. RR સામેની મેચમાં મિચેલ માર્શ 57 બોલમાં 97 રન બનાવીને આઉટ થયો, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. તે સદીથી માત્ર 3 રન દૂર રહ્યો હતો.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?