મિચેલ માર્શે RCB સામે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. IPLના ઈતિહાસમાં આ LSG બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં માર્શે 9 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ મિચેલ માર્શની IPLમાં સૌથી ઝડપી વ્યક્તિગત સદી પણ છે. તેની અગાઉની સૌથી ઝડપી સદી 56 બોલમાં આવી હતી.


IPLમાં સૌથી ઝડપી સદી ફટકારી

મિચેલ માર્શે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી. તે IPLમાં 50 બોલથી ઓછા સમયમાં સદી ફટકારનાર લખનૌ સુપર જાયન્ટ્સનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો. આ સદી સાથે મિચેલ માર્શે ઘણા રેકોર્ડ તોડ્યા, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં LSG માટે બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. તેના પહેલા લખનૌ માટે રિષભ પંત, ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ અને માર્કસ સ્ટોઈનિસ સદી ફટકારી ચૂક્યા છે.

49 બોલ - મિશેલ માર્શ (Vs RCB)

54 બોલ - રિષભ પંત (Vs RCB)

56 બોલ - કેએલ રાહુલ (Vs MI)

56 બોલ - માર્કસ સ્ટોઈનિસ (Vs CSK)

56 બોલ - મિશેલ માર્શ (Vs GT)

59 બોલ - ક્વિન્ટન ડી કોક (Vs KKR)

મિચેલ માર્શ હાલમાં આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેને 363 રન બનાવ્યા છે. માર્શ સિવાય લખનૌનો બીજો કોઈ બેટ્સમેન IPL 2026માં 300 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી, જે LSG ની ખરાબ બેટિંગને ઉજાગર કરે છે. આ મેચમાં મિચેલ માર્શે IPL માં ઓપનર તરીકે 1,000 રન પણ પૂરા કર્યા, અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે 1,000 રનના આંકડા સુધી પહોંચવાની ખૂબ નજીક છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: