દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર રીતે કરી છે. ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંને મેચ જીતી છે. દિલ્હી માટે સારી વાત એ છે કે તેમને આ બંને જીત નોંધાવી છે જ્યારે તેમની પાસે ટીમમાં મિચેલ સ્ટાર્ક જેવો બોલર નથી.


મિચેલ સ્ટાર્કને આ સીઝન માટે દિલ્હી કેપિટલ્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો હતો. પરંતુ તે હજુ સુધી ટીમમાં જોડાયો નથી. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝ સ્ટાર્કની આતુરતાથી રાહ જોઈ રહી છે, પરંતુ તેને હજુ સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી IPLમાં રમવા માટે NOC મળ્યું નથી.

દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચે મિચેલ સ્ટાર્ક વિશે શું કહ્યું?

દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ મુનાફ પટેલે મિચેલ સ્ટાર્ક ક્યારે ટીમમાં ફરી જોડાશે તે અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીસીના બોલિંગ કોચ મુનાફ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્કની ઈજા અંગે કોઈ માહિતી આપી નથી. તેથી ફ્રેન્ચાઈઝ હાલમાં તેની સ્થિતિથી અજાણ છે. તેમને એમ પણ કહ્યું કે મિચેલ સ્ટાર્કની ઈજાની ટીમ પર અત્યાર સુધી કોઈ અસર થઈ નથી, કારણ કે દિલ્હી જીતી રહી છે.

સ્ટાર્કની તુલના ફક્ત બુમરાહ સાથે જ થઈ શકે છે - મુનાફ પટેલ

પ્રેસ કોન્ફરન્સમાં મુનાફે ટીમ માટે 36 વર્ષના મિચેલ સ્ટાર્કના મહત્વ વિશે પણ વાત કરી, અને ડીસી કોચે તેની સરખામણી જસપ્રીત બુમરાહ સાથે પણ કરી. તેમને આગળ કહ્યું કે "અમે બે મેચ જીતી છે, તેથી એવું લાગે છે કે અમે મિચેલ સ્ટાર્કને યાદ કરી રહ્યા નથી.

કોઈ તેને યાદ કરી રહ્યું નથી કારણ કે અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ ટીમમાં તેની ભૂમિકા ખૂબ મોટી છે. તે વિશ્વના બેસ્ટ બોલરોમાંથી એક છે. તે હંમેશા એક મહાન બોલર રહેશે. મને નથી લાગતું કે IPLમાં તેના કરતા મહાન કોઈ છે. મને લાગે છે કે તમે તેની તુલના ફક્ત જસપ્રીત બુમરાહ સાથે કરી શકો છો."

IPLમાં મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ કેવો છે?

મિશેલ સ્ટાર્કની વાત કરીએ તો તે IPLમાં ત્રણ ટીમો માટે રમ્યો છે: દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે લીગમાં 52 મેચ રમી છે, જેમાં 49 ઈનિંગમાં 65 વિકેટ લીધી છે. સ્ટાર્કે IPLમાં 2 વાર 4 વિકેટ અને 1 વાર 5 વિકેટ લીધી છે. IPLમાં તેનો ઈકોનોમી રેટ 8.31 છે, અને તેનું બેસ્ટ પ્રદર્શન 35 રનમાં 5 વિકેટ છે.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: