વૈભવ સૂર્યવંશીએ આ વર્ષની IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે, પરંતુ હવે તે એક પડકારનો સામનો કરી રહ્યો હોય તેવું લાગે છે. મુંબઈ ઈન્ડિયન્સનો આ બેટ્સમેન વૈભવની બરાબરી કરવાની નજીક પહોંચી ગયો છે.


શક્ય છે કે તે એક-બે મેચમાં સિક્સર કિંગનો ખિતાબ ગુમાવી શકે. આનો અર્થ એ થયો કે IPLમાં સૌથી વધુ છગ્ગા મારવા માટેની લડાઈ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે.

આ વર્ષની IPLમાં અત્યાર સુધી વૈભવે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે

આ IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેને 10 મેચમાં 37 છગ્ગા ફટકાર્યા છે. વૈભવે પણ 400 થી વધુ રન બનાવ્યા છે. તેના પછી બીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર રયાન રિકલ્ટન છે. રયાન રિકલ્ટને અત્યાર સુધી ફક્ત 8 મેચમાં 33 છગ્ગા ફટકાર્યા છે. આનો અર્થ એ થયો કે રયાન રિકલ્ટન વૈભવથી ફક્ત 4 છગ્ગા પાછળ છે.

અભિષેક શર્મા પણ આ લિસ્ટમાં પાછળ નથી

સનરાઈઝર્સ હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા પણ આ લિસ્ટમાં પાછળ નથી. તેને 10 મેચમાં 32 ચોગ્ગા ફટકાર્યા છે. પ્રિયાંશ આર્યએ 26 છગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલ અને રજત પાટીદારે 24-24 છગ્ગા ફટકાર્યા છે.

કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ફટકાર્યા એકસરખા ચોગ્ગા

આ દરમિયાન જ્યારે ચોગ્ગા ફટકારવાની વાત આવે છે, ત્યારે બે બેટ્સમેન બરાબર છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલી બંનેએ 9 મેચમાં 42 ચોગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલે 400 થી વધુ રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલી પાસે હાલમાં 379 રન છે. અભિષેક શર્મા પણ તેનાથી પાછળ નથી, તેને 10 મેચમાં 41 ચોગ્ગા ફટકાર્યા છે.

આજે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાશે

આજે 5 મે મંગળવાર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ દરમિયાન આ લિસ્ટ ફરી બદલાશે. શક્ય છે કે કેએલ રાહુલ ચોગ્ગાના મામલામાં વિરાટ કોહલીને પાછળ છોડી શકે. એકંદરે દરેક મેચ પછી ઓછામાં ઓછા ટોપ 5 ખેલાડીઓમાં ફેરફાર થાય છે.

સૌથી વધુ રન બનાવવાના મામલે અભિષેક શર્મા નંબર વન પર

અભિષેક શર્મા 440 રન સાથે ચાર્ટમાં સૌથી આગળ છે. કેએલ રાહુલ 433, હેનરિક ક્લાસેન 425 અને વૈભવ સૂર્યવંશી 404 રન સાથે ટોપ પર છે. આ ચાર જ બેટ્સમેન છે જેમને ૪૦૦ થી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: