આજે IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે ધોની ક્યાં છે? ક્રિકેટના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક ધોની આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી, છતાં તે ચર્ચામાં રહે છે.


IPL 2026ની 48મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી એમએસ ધોની ફરી એકવાર ટીમનો ભાગ નથી. તે આ સમગ્ર ટુર્નામેન્ટમાં મેદાનમાં ઉતર્યો નથી કારણ કે તે પગની ઘૂંટીની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે, જે તેને IPL પહેલા જ થઈ હતી.

એમએસ ધોની ક્યાં છે?

એમએસ ધોની આ મેચ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે દિલ્હી આવ્યો નથી. તે હાલમાં ચેન્નાઈમાં રહીને તેની રિકવરી અને રિહેબિલિટેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તાજેતરમાં સીએસકે બોલિંગ કોચ એરિક સિમોન્સે જણાવ્યું હતું કે ધોનીની સ્થિતિ અંગે કોઈપણ માહિતી આપવી તેમના અધિકારક્ષેત્રની બહાર છે. તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે એમએસ ધોની અંગે કોઈપણ અપડેટ આપવાનું તેમના અધિકારક્ષેત્રની બહાર છે. તે હાલમાં દિલ્હીમાં અમારી સાથે નથી, પરંતુ તેની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. તે જ્યારે તૈયાર હશે ત્યારે રમશે, અને તે પોતે જાણે છે કે તે ક્યારે રમવા માટે તૈયાર થશે.

દિલ્હીએ ટોસ જીત્યો

મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે જણાવ્યું હતું કે પિચ બેટિંગ માટે સારી દેખાતી હતી, પરંતુ બીજી ઈનિંગમાં તે થોડી ધીમી પડી શકે છે, જેના કારણે પહેલા બેટિંગ કરવાનું ફાયદાકારક બન્યું. દિલ્હી કેપિટલ્સે તેમની ટીમમાં એક ફેરફાર કર્યો છે, જેમાં કાયલ જેમિસનની જગ્યાએ લુંગી એનગીડી પરત ફર્યો છે.

આજની મેચ છે મહત્વપૂર્ણ

IPLના આ તબક્કામાં દરેક મેચ પ્લેઓફની દોડને અસર કરી શકે છે, જેના કારણે આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફેન્સ હજુ પણ એક સવાલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે શું એમએસ ધોની આ સિઝનમાં મેદાનમાં પાછા ફરી શકશે?

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, કરુણ નાયર, ટ્રીસ્ટન સ્ટબ્સ, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, લુંગી એનગિડી, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, ટી નટરાજન.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, અકીલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ.

દિલ્હી કેપિટલ્સના ઈમ્પેક્ટ પ્લેયર્સ

વિપરાજ નિગમ, સમીર રિઝવી, અભિષેક પોરેલ, આકિબ નબી ડાર, ડેવિડ મિલર

ચેન્નાઈ સુપર કિંગ્સના ઈમ્પેક્ટ પ્લેયર્સ

શિવમ દુબે, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, આકાશ મધવાલ, સરફરાઝ ખાન

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: