આઈપીએલ 2026ની લીગ સ્ટેજ હવે પૂર્ણ થવા તરફ છે અને પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની છે. પરંતુ 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન મુશ્કેલ સાબિત થઈ રહી છે. ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થવાની સ્થિતિમાં છે, જેના કારણે ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે.

કમાન્ડો સાથે જોવા મળ્યા માહી

આ વચ્ચે સૌથી મોટી ચર્ચા ટીમના દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોનીને લઈને છે. સમગ્ર સિઝનમાં હજુ સુધી ફેન્સને ધોનીને મેદાન પર રમતો જોવા મળ્યો નથી. તેઓ સતત પ્રેક્ટિસ સેશનમાં જોડાતા રહ્યા છે, પરંતુ કોઈ પણ મેચમાં તેઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો નથી. એટલું જ નહીં તે ટીમ સાથે બહારના મેચ પ્રવાસ પર પણ ગયો નથી.

18 મેના રોજ હૈદરાબાદ સામે રમાનારા મહત્વપૂર્ણ મેચ પહેલાં ધોની ચેન્નઈમાં યોજાયેલા એક ખાસ ઈવેન્ટમાં હાજર રહ્યો હતો. આ ઈવેન્ટ દેશની સ્પેશિયલ ફોર્સ યુનિટ National Security Guard (NSG)ના કમાન્ડોઝ સાથે યોજાયો હતો, જેમને “બ્લેક કેટ્સ” તરીકે ઓળખવામાં આવે છે. ધોનીએ NSGના રિજનલ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

https://twitter.com/THALAA7781/status/2055916755063824572

https://twitter.com/TrendsDhoni/status/2055980184206217596

ફેન્સને છે હજુ આશા

CSKએ અત્યાર સુધી 12 મેચ રમી છે, પરંતુ ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું હવે મુશ્કેલ માનવામાં આવે છે. તેમ છતાં આગામી મેચ ચેન્નઈમાં જ રમાવાની હોવાથી ફેન્સ આશા રાખી રહ્યા છે કે કદાચ ધોની આ મેચમાં મેદાન પર દેખાશે. ટીમ માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે. ફેન્સમાં હજુ પણ ઉત્સુકતા છે કે શું ધોની આ મહત્વપૂર્ણ મેચમાં રમશે કે નહીં, જેનો જવાબ આગામી દિવસોમાં મળશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?