IPL 2026ની 63મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે જબરદસ્ત મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને હૈદરાબાદ સામે જીત માટે 181 રનનું લક્ષ્ય મુક્યું. પરંતુ મેચ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સમાં અચાનક જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો.
ધોનીના મેદાનમાં ઉતરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઈનિંગ બ્રેક દરમિયાન અચાનક જ મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં દેખાતા જ સમગ્ર સ્ટેડિયમ 'થાલા... થાલા...'ના નારાથી ગૂંજી ઉઠ્યું. ધોનીને જોઈને ફેન્સમાં આશ્ચર્ય સાથે ભારે ખુશી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ધોની કોઈ મેચ રમવા માટે નહીં, પરંતુ એક ખાસ ફોટોશૂટ માટે મેદાનમાં ઉતર્યા હતા.
