IPL 2026 માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થશે. આને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ શકે છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ આગામી IPL સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
5 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પણ આગામી સીઝન માટે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન એમએસ ધોનીના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
CSKએ ધોનીનો એક ફની વીડિયો શેર કર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે એક ફની વીડિયો શેર કર્યો છે. ફક્ત 7 સેકન્ડનો આ વીડિયો એમએસ ધોની નેટ્સમાં ઓફ સાઈડ તરફ ખૂબ જ વાઈડ બોલ રમતો જોવા મળે છે. ધોની શરૂઆતમાં શોટ રમવા માટે આગળ વધે છે, પરંતુ બોલ વાઈડ જોઈને તે તેને છોડી દે છે. પછી તે બાળકની જેમ કૂદી પડે છે, હાથ લંબાવે છે અને વાઈડ બોલ માટે હિન્ટ આપે છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમે છે ધોની
તમને જણાવી દઈએ કે ભારત માટે 350 ODI, 98 T20 અને 90 ટેસ્ટ રમનાર દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની IPLમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રણેય ICC ટ્રોફી (ચેમ્પિયન્સ ટ્રોફી, ODI અને T20 વર્લ્ડકપ) જીતી હતી. તે IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અનકેપ્ડ ખેલાડી તરીકે પણ રમતા જોવા મળશે.
એમએસ ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. IPLના નિયમો મુજબ જો કોઈ ભારતીય ખેલાડી છેલ્લા 5 વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી, તો તેને અનકેપ્ડ ખેલાડી માનવામાં આવે છે. આ જ કારણ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે આ દિગ્ગજ ખેલાડીને ફક્ત 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખ્યો છે.
અત્યાર સુધી IPLમાં એમએસ ધોનીનું પ્રદર્શન કેવું રહ્યું છે?
એમએસ ધોનીના આઈપીએલ કરિયરની વાત કરીએ તો 44 વર્ષનો એમએસ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે. IPLની પહેલી સીઝનથી તેને કુલ 278 મેચ રમી છે. આ સમય દરમિયાન તેને 38.30ની એવરેજથી 5,439 રન બનાવ્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈની ટીમે 5 વખત IPLનો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો: Team Indiaએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં કરી એન્ટ્રી