IPL 2026ની 47મી મેચમાં નિકોલસ પૂરન એવી તોફાની ઈનિંગ્સ રમ્યો જેણે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને દર્શક બનવા મજબૂર કરી દીધા. વાનખેડે ખાતે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારીને નિકોલસ પૂરને બોલરોને જ નહીં પરંતુ વૈભવ સૂર્યવંશીને પણ પાછળ છોડી દીધો.


લખનૌ સુપર જાયન્ટ્સ માટે પાવરપ્લેમાં નિકોલસ પૂરન અને મિચેલ માર્શે એવી ધૂમ મચાવી કે મુંબઈના બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. પહેલા બેટિંગ કરતા, લખનૌએ પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા, જે ફક્ત આ સિઝનમાં જ નહીં પરંતુ IPLના ઈતિહાસમાં પણ તેમનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. આ પહેલા પાવરપ્લેમાં ટીમનું બેસ્ટ પ્રદર્શન IPL 2023માં ચેન્નાઈ સામે 1 વિકેટ ગુમાવીને 80 રન હતું.

રેકોર્ડ્સનો કર્યો વરસાદ

નિકોલસ પૂરને પાવરપ્લે દરમિયાન જ 5 છગ્ગા ફટકાર્યા, જેનાથી મુંબઈના બોલર્સ હેરાન થઈ ગયા. તેની ઈનિંગ એટલી વિસ્ફોટક હતી કે લખનૌના ફેન્સ દરેક બોલ પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થવાની અપેક્ષા રાખવા લાગ્યા. નિકોલસ પૂરને 21 બોલમાં 63 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, જેમાંથી 52 રન ફક્ત 9 બોલમાં જ હતા. તેને પોતાની તોફાની ઈનિંગમાં 8 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકાર્યા. નવમી ઓવરના પહેલા બોલ પર તે આઉટ થયો હોવા છતાં લખનૌ સુપર જાયન્ટ્સે પહેલાથી જ સ્કોરબોર્ડ પર 123 રન બનાવી લીધા હતા.


LSG વતી રમતી વખતે નિકોલસ પૂરનની આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે. નિકોલસ પૂરનના નામે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ છે. તેને IPL 2023માં RCB સામે લખનૌ વતી રમતી વખતે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. નિકોલસ પૂરને 20 બોલથી ઓછા સમયમાં સૌથી વધુ અડધી સદી ફટકારીને IPLના અગ્રણી સ્કોરર તરીકે પણ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું, અને આ લિસ્ટમાં વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો હતો.

IPLમાં 20 થી ઓછા બોલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેન

6 - અભિષેક શર્મા

5 - નિકોલસ પૂરન

4 - વૈભવ સૂર્યવંશી

નિકોલસ પૂરન અને મિચેલ માર્શે મચાવી ધૂમ

નિકોલસ પૂરન અને મિચેલ માર્શ વચ્ચેની 94 રનની પાર્ટનરશીપ પણ ખાસ હતી, જે મુંબઈ સામે લખનૌની બીજી સૌથી મોટી પાર્ટનરશીપ છે. એકંદરે નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગે માત્ર અનેક રેકોર્ડ તોડી નાખ્યા જ નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે મેચને અત્યંત મુશ્કેલ બનાવી દીધી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: