રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેના મુકાબલામાં આજે સ્ટેડિયમ સજ્જ હતું, પણ બેંગલુરુની શરૂઆત અત્યંત ખરાબ રહી. જોફ્રા આર્ચરે મેચના પહેલા જ બોલ પર RCBના વિસ્ફોટક ઓપનર ફિલ સોલ્ટને પેવેલિયન ભેગો કરીને સનસનાટી મચાવી દીધી હતી. આ સાથે જ સોલ્ટના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે જે કોઈ બેટ્સમેન પોતાના નામે કરવા ઈચ્છશે નહીં.

ફિલ સોલ્ટનો 'અનલકી' રેકોર્ડ

ફિલ સોલ્ટ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ એવો બેટ્સમેન બન્યો છે જે મેચના પહેલા જ બોલ પર (Golden Duck) ત્રણ વખત આઉટ થયો હોય. જોફ્રા આર્ચરનો આ મિડલ સ્ટમ્પ પરનો ખતરનાક બાઉન્સર સોલ્ટ સમજી શક્યો નહીં અને બોલ બેટના હેન્ડલને અડીને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં ગયો.

પારીના પહેલા બોલ પર સૌથી વધુ વખત આઉટ થનાર ખેલાડીઓ

  • પાર્થિવ પટેલ: 4 વખત
  • ફિલ સોલ્ટ: 3 વખત
  • પૃથ્વી શો: 3 વખત
  • કેએલ રાહુલ: 3 વખત

જોફ્રા આર્ચરનો જાદુ

બીજી તરફ, જોફ્રા આર્ચરે ફરી સાબિત કર્યું કે તે કેમ વિશ્વનો સૌથી ખતરનાક બોલર છે. તેણે આઈપીએલમાં ત્રીજી વખત પારીના પહેલા જ બોલ પર વિકેટ ઝડપી છે. આર્ચર હવે મોહમ્મદ શમી અને લસિથ મલિંગા જેવા દિગ્ગજોની ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. સોલ્ટ બાદ તેણે દેવદત્ત પડિક્કલને પણ આઉટ કરીને RCBની કમર તોડી નાખી હતી.


આ પણ વાંચો - IPL 2026: ‘ઇંતજાર કા ફલ છક્કા હોતા હૈ’... ઉમેશ યાદવના નિવેદને જગાવી ઉત્તેજના