IPL 2026 માં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો વરસાદને કારણે થોડો વિલંબિત થયો છે. આ દરમિયાન પ્રી-મેચ શોમાં હાજર ફાસ્ટ બોલર ઉમેશ યાદવે એક રમૂજી પણ તર્કબદ્ધ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, "ઇંતજાર કા ફલ છક્કા હોતા હૈ."

કેમ બોલ્યો ઉમેશ યાદવ આવું?

ઉમેશ યાદવના મતે જ્યારે વરસાદને કારણે મેચ મોડી શરૂ થાય છે, ત્યારે બોલરોને પૂરતો વોર્મ-અપ કરવાનો સમય મળતો નથી. પરિણામે બોલરો લય પકડવામાં વાર લગાડે છે, જ્યારે બેટ્સમેનો શરૂઆતથી જ આક્રમક મૂડમાં હોય છે. આથી મેચ શરૂ થતાની સાથે જ સિક્સરોની રમઝટ જોવા મળી શકે છે.

વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ

પોતાની વાત સાબિત કરવા માટે ઉમેશે વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની વરસાદી મેચમાં, જે 11 ઓવરની કરી દેવાઈ હતી, વૈભવે પ્રથમ બોલ પર જ બુમરાહને સિક્સર ફટકારી હતી. આજે પણ ચાહકોને કિંગ કોહલી અને યુવા સનસનાટી વૈભવ વચ્ચે આવી જ આક્રમક રમતની અપેક્ષા છે.


આ પણ વાંચો - IPL 2026 : RR vs RCB ગુવાહાટી વેધર અપડેટ: વરસાદ રોકાયો, જાણો હવે ક્યારે શરૂ થશે મેચ