IPL 2026ની 16મી મેચમાં આજે પોઈન્ટ્સ ટેબલની બે દિગ્ગજ ટીમો, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને છે. મેચ પહેલા ગુવાહાટીમાં વરસાદની એન્ટ્રીને કારણે ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ વરસાદ હવે રોકાઈ ગયો છે અને ટોસ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વરસાદના વિધ્ન બાદ હવે 8 કલાકે મેચ ફરી શરૂ થશે. સારા સમાચાર છે કે, ઓવરમાં કાપ રહેશે નહીં. મેચ પૂરી ઓવર સાથે રમાશે. ટોસ બાદ 8:15 PM એ મેચ શરૂ થશે.

પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

  • રાજસ્થાન રોયલ્સ (RR): 3 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે.ૉ
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): 2 મેચમાં 2 જીત સાથે ત્રીજા ક્રમે.

હવામાન અને પીચ રિપોર્ટ

જોકે બપોરે વરસાદની શક્યતા 55 ટકા સુધી હતી, પરંતુ રાત્રે મેચના સમયે વરસાદની સંભાવના માત્ર 3 ટકા જ હતી. ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર 70-71 ટકાની ભેજ (Humidity) રહેશે. બીજી ઇનિંગમાં ઝાકળ (Dew) એક મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે, જેના કારણે ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી શકે છે.

પાવરફુલ બેટિંગ લાઈનઅપ

રાજસ્થાન પાસે યશસ્વી જયસ્વાલ અને યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક જોડી છે, જ્યારે RCB વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ પર નિર્ભર રહેશે. મધ્યક્રમમાં રિયાન પરાગ અને ફિનિશર તરીકે ટિમ ડેવિડની ભૂમિકા નિર્ણાયક રહેશે. બોલિંગમાં જેકોબ ડફી અને ભુવનેશ્વર કુમાર (RCB) વિરુદ્ધ જોફ્રા આર્ચર અને સંદીપ શર્મા (RR) વચ્ચે જંગ જામશે.


આ પણ વાંચો - Vaibhav Sooryavanshi: 266 રન અને 227નો સ્ટ્રાઈક રેટ, પાવરપ્લેનો અસલી કિંગ છે કોણ?