IPL 2026માં વૈભવ સૂર્યવંશી નામના વાવાઝોડાએ ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. ખાસ કરીને પાવરપ્લેમાં તેની બેટિંગ જોઈને મોટા ગજાના બોલરો પણ ચિંતિત છે. આજે જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામસામે છે, ત્યારે નજર આ 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન પર સૌની નજર રહેશે.
પાવરપ્લેનો અસલી પાવરફુલ કિંગ
વૈભવ સૂર્યવંશી અત્યારે આઈપીએલનો સૌથી ખતરનાક બેટ્સમેન બની ગયો છે. આંકડા સાક્ષી પૂરે છે કે, પાવરપ્લેમાં તેનાથી વધુ સ્ટ્રાઈક રેટ કોઈનો નથી. IPL 2025 થી અત્યાર સુધીમાં વૈભવે પાવરપ્લેની માત્ર 117 બોલમાં 266 રન ફટકાર્યા છે. તેનો પાવરપ્લેમાં સ્ટ્રાઈક રેટ 227.35 છે, જે આ લીગમાં અભૂતપૂર્વ છે. છેલ્લા એક વર્ષમાં પાવરપ્લેમાં 200 થી વધુનો સ્ટ્રાઈક રેટ ધરાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે. આક્રમક રમત હોવા છતાં તેની સરેરાશ 53.2 છે, જે દર્શાવે છે કે તે માત્ર ફટકાબાજી જ નથી કરતો પણ લાંબી ઇનિંગ્સ રમવાનું પણ જાણો છે.
