પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ IPL 2026માં સૌથી ખતરનાક ઓપનર રહ્યા છે. બંને બેટ્સમેન ઝડપથી રન બનાવે છે. તેમને ધર્મશાલા ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી ઓવરમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચ્યો. પંજાબ કિંગ્સે પહેલી ઓવરમાં 22 રન બનાવ્યા. દિલ્હી માટે મિચેલ સ્ટાર્કે પહેલી ઓવર ફેંકી.
પહેલી વાર પંજાબ કિંગ્સે પહેલી ઓવરમાં આટલા રન બનાવ્યા
IPLના ઈતિહાસમાં પહેલી વાર પંજાબ કિંગ્સે પહેલી ઓવરમાં આટલા રન બનાવ્યા છે. આ સિઝનની શરૂઆતમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે પહેલી ઓવરમાં 21 રન બનાવ્યા હતા. ત્યારે દીપક ચહર બોલિંગ કરી રહ્યો હતો. આજે મિચેલ સ્ટાર્ક પહેલી ઓવર ફેંકી રહ્યો હતો. IPL ઈનિંગની પહેલી ઓવરમાં પંજાબ કિંગ્સ દ્વારા સૌથી વધુ રન 22 છે, જેને આ સિઝનની શરૂઆતમાં વાનખેડે ખાતે મુંબઈ સામે બનાવેલા 21 રનનો રેકોર્ડ તોડ્યો છે.
IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો આ પંજાબ કિંગ્સનો રેકોર્ડ છે. પરંતુ IPL ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ પાસે છે. IPL 2023માં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ ઓવરમાં 26 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સનો પણ શરમજનક રેકોર્ડ
આ બીજી વખત છે જ્યારે દિલ્હી કેપિટલ્સે IPLમાં પ્રથમ ઓવરમાં આટલા રન આપ્યા છે. આ પહેલા IPL 2023માં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ ઓવરમાં 23 રન આપ્યા હતા.
પ્રિયાંશ આર્યએ છઠ્ઠી વખત IPLમાં પહેલા બોલે સિક્સર ફટકારીને રચ્યો ઈતિહાસ
IPLના ઈતિહાસમાં ફક્ત 5 વાર જ કોઈ બેટ્સમેને મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો છે. વિરાટ કોહલી , પ્રિયાંશ આર્ય, નમન ઓઝા, ફિલ સોલ્ટ અને યશસ્વી જયસ્વાલ દરેકે 1-1 વાર આવું કર્યું છે. પરંતુ પ્રિયાંશ આર્ય 2 વાર આવું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. તેને પહેલી વાર 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અને હવે દિલ્હી કેપિટલ્સ સામે સિક્સર ફટકારી છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?