ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં જ્યારે ટીમો ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની જાહેરાત કરી રહી છે, ત્યારે કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમને આ સીઝનમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી.
આવું જ એક નામ ન્યુઝીલેન્ડના ડેશિંગ યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનું છે, જે IPL 2026 સીઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો પરંતુ હવે સીઝન પૂરી થાય તે પહેલા જ પોતાના દેશ પરત ફર્યો છે, એમ ગુજરાત ટાઈટન્સ સામેની મેચના એક દિવસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી એક સમાચારમાં જણાવાયું છે.
ટેસ્ટ સિરીઝની તૈયારી માટે દેશમાં પરત ફર્યો રચિન રવિન્દ્ર
ન્યુઝીલેન્ડની ટીમ જૂનની શરૂઆતમાં 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે થોડા દિવસ પહેલા ટીમની જાહેરાત કરી હતી, જેમાં રચિન રવિન્દ્રનો સમાવેશ થાય છે. IPLમાં KKRના સ્થાનને ધ્યાનમાં રાખીને રચિને દેશમાં પાછા ફરવાનું અને ટેસ્ટ સિરીઝની તૈયારી કરવાનું બેસ્ટ માન્યું.
KKRએ IPL 2026 માટે રચિન રવિન્દ્રને તેના 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસના ભાગ રૂપે હસ્તગત કર્યો. KKR તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડના આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની ટેસ્ટ ક્રિકેટ તૈયારીઓ શરૂ કરવા માટે ઘરે પરત ફર્યો છે. ન્યુઝીલેન્ડ 4 જૂને લોર્ડ્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમશે.
KKR માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય
IPL 2026 સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક દુઃસ્વપ્નથી ઓછી સાબિત થઈ નથી, કારણ કે પ્લેઓફમાં તેમનો પ્રવેશ હવે લગભગ અશક્ય દેખાઈ રહ્યો છે. KKR ને લીગ સ્ટેજમાં હજુ 3 મેચ રમવાની બાકી છે. અત્યાર સુધી રમાયેલી 11 મેચમાંથી તેઓ ફક્ત 4 જીતી શક્યા છે, 6 હારી ગયા છે અને 1 મેચ રદ્દ થઈ ગઈ છે. KKR હાલમાં 9 પોઈન્ટ ધરાવે છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?