T20 વર્લ્ડકપ 2026ના પૂર્ણ થયા પછી ક્રિકેટ ફેન્સનું ધ્યાન હવે IPL 2026 પર કેન્દ્રિત થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 28 માર્ચથી શરૂ થવાની છે. બધી 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ IPL સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમ એકદમ અલગ જોવા મળશે.


સંજુ સેમસન IPL 2026 માં રાજસ્થાન માટે રમશે નહીં. તેની જગ્યાએ એક સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર ટીમમાં જોડાયો છે. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ રવિન્દ્ર જાડેજા છે.

IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા IPL 2026 પહેલા પોતાની નવી ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો છે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ માહિતી શેર કરી છે. રાજસ્થાન કેમ્પમાં જોડાયા બાદ રવિન્દ્ર જાડેજા હવે આગામી સીઝન માટે તૈયારી કરશે.

ફ્રેન્ચાઈઝી દ્વારા શેર કરાયેલા આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા આ પહેલા રાજસ્થાન માટે રમી ચૂક્યો છે. તે 2007માં રાજસ્થાનનો ભાગ હતો, જ્યારે RR ટીમે તેની શરૂઆતની સીઝનમાં ટાઈટલ જીત્યું હતું.


IPL 2026 પહેલા CSK અને RR વચ્ચે મોટી ડીલ

IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મોટી ડીલ થઈ હતી. આ ટ્રેડડીલના ભાગ રૂપે CSKએ તેના બે સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સ મોકલ્યા. રવિન્દ્ર જાડેજા હવે આગામી સીઝનમાં 14 કરોડ રૂપિયાની મોટી રકમમાં રાજસ્થાન રોયલ્સ માટે રમશે.

આ દરમિયાન રાજસ્થાને તેના કેપ્ટન સંજુ સેમસનને CSK મોકલવાનો નિર્ણય કર્યો. સંજુ 18 કરોડ રૂપિયામાં CSK સાથે જોડાયો છે.

રવિન્દ્ર જાડેજાએ IPLમાં કેવું પ્રદર્શન કર્યું છે?

રવિન્દ્ર જાડેજા 2012 થી CSK ટીમનો ભાગ છે અને ફ્રેન્ચાઈઝી સાથે ત્રણ IPL ટાઈટલ જીત્યા છે. તેને અત્યાર સુધીમાં 254 IPL મેચ રમી છે. આ દરમિયાન તેને 198 ઈનિંગમાં 27.86 ની એવરેજથી 3260 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 5 અડધી સદી ફટકારી છે. તેને બોલ સાથે 170 વિકેટ પણ લીધી છે અને 1 વખત 5 વિકેટ લીધી છે. IPLમાં રવિન્દ્ર જાડેજાનો ઈકોનોમી રેટ 7.67 રહ્યો છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: