ગુજરાત ટાઈટન્સના લેગ-સ્પિનર ​​રાશિદ ખાને 8 એપ્રિલ બુધવારે ફિરોઝ શાહ કોટલા મેદાન પર બંને ટીમો વચ્ચે રમાયેલી IPL 2026 મેચમાં દિલ્હી કેપિટલ્સના ઈન-ફોર્મ બેટ્સમેન સમીર રિઝવીને ગોલ્ડન ડક માટે આઉટ કર્યો હતો. દિલ્હીએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા 211 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરવો પડ્યો હતો.


એક પછી એક લીધી વિકેટ

9 ઓવર પછી દિલ્હીનો સ્કોર 97/1 હતો ત્યારે રાશિદે સતત 2 વિકેટ લઈને ગુજરાતની તરફેણમાં મેચ ફેરવી દીધી. તેને 10મી ઓવરના છેલ્લા બોલ પહેલા નીતિશ રાણાને આઉટ કર્યો. લેફ્ટ હેન્ડના બેટ્સમેને લોફ્ટેડ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે લોંગ-ઓફ પર સાઈ સુદર્શનના હાથે કેચ આઉટ થયો.

સમીર રિઝવી રાશિદ ખાનનો બોલ સમજી ન શક્યો

27 વર્ષના બોલરે બીજા જ બોલે ફરીથી સ્ટ્રાઈક કરીને રિઝવીને આઉટ કર્યો. તેને પોતાની ગુગલીથી રાઈડ હેન્ડના બેટ્સમેનને છેતર્યો. યુવા બેટ્સમેને બોલ ખોટી રીતે સમજ્યો, અને તે તેના બેટ અને પેડ વચ્ચે ગયો અને સીધો સ્ટમ્પમાં વાગ્યો.

સમીર રિઝવીએ આ સિઝનમાં સતત 2 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા. તેને લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે અનુક્રમે 47 બોલમાં 70* રન અને 51 બોલમાં 90 રન બનાવ્યા હતા.


2 વર્ષ જૂનો બદલો પૂર્ણ થયો

સમીર રિઝવીએ IPL 2024 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ મેચમાં તેનો સામનો રાશિદ ખાન સાથે થયો હતો. આ અનુભવી બોલરનો સામનો કરીને આ યુવા બેટ્સમેન દબાણથી અપ્રભાવિત લાગ્યો. રિઝવીએ તેના IPL કરિયરના પહેલા જ બોલ પર રાશિદને સિક્સ ફટકારીને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા.

સમીર રિઝવીએ સ્વીપ શોટ રમ્યો અને બોલને ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો. બાદમાં તે જ ઓવરમાં તેને લોંગ-ઓફ પર બીજો સિક્સર ફટકાર્યો. આ પ્રતિભાશાળી બેટ્સમેને તેની ડેબ્યૂ મેચમાં અફઘાન સ્પિનર ​​સામે 6 બોલમાં 14 રન બનાવ્યા. પરંતુ બે વર્ષ પછી IPL 2026માં જ્યારે બંનેનો સામનો થયો, ત્યારે રાશિદ ખાને તેનો બદલો લીધો.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: