રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ 9 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં GT એ પ્રથમ બેટિંગ કરી હતી. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે સદીની પાર્ટનરશીપ કરી હતી.


આ બંનેએ સાથે મળીને તેમને ગુજરાતને મજબૂત સ્થિતિમાં રાખ્યું હતું. રાજસ્થાનના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં જોશ બટલરના આઉટ થયાની અનોખું સેલિબ્રેશન કર્યું હતું, જેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાની અનોખું સેલિબ્રેશન

જોશ બટલર આ મેચમાં પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. ત્રીજા નંબર પર બેટિંગ કરતા તેને 10 બોલમાં 13 રન બનાવ્યા. 13.2 ઓવરમાં જોશ બટલરે રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સાથે સારો સંપર્ક કરવામાં નિષ્ફળ ગયો, જેના પરિણામે કેચ પકડાયો.


જોશ બટલરને આઉટ કર્યા પછી રવિન્દ્ર જાડેજાએ તેના ખિસ્સા તરફ જોયું અને હાથથી ઈશારો કર્યો. રવિન્દ્ર જાડેજાનું અનોખું સેલિબ્રેશન વાયરલ થઈ રહ્યું છે. રવિન્દ્ર જાડેજા સામાન્ય રીતે વિકેટ લીધા પછી આ રીતે સેલિબ્રેશન કરતો નથી. પરંતુ જોશ બટલરને આઉટ કર્યા પછી તેનું સેલિબ્રેશન ચર્ચા બની.

આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવર ફેંકી હતી, જેમાં 8.50ના ઈકોનોમી રેટથી 34 રન આપ્યા હતા. તેને 1 વિકેટ પણ લીધી હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર સૌથી મોંઘો બોલર રહ્યો હતો, તેને 15.30ના ઇકોનોમી રેટથી 3 ઓવરમાં 46 રન આપ્યા હતા.

સાઈ સુદર્શન અને શુભમન ગિલની શાનદાર ઈનિંગ

ઈનિંગની શરૂઆત કરતા સાઈ સુદર્શન અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 118 રનની પાર્ટનરશીપ કરી. સાઈ સુદર્શને 36 બોલમાં 55 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 44 બોલમાં 84 રન બનાવ્યા. શુભમન ગિલે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: