ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 50મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


આ મેચમાં આરસીબી તરફથી રમતા અનુભવી ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે મેદાનમાં ઉતરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી, જે એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગઈ.

ભુવનેશ્વર આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ઝડપી બોલર બન્યો

ભુવનેશ્વર કુમાર IPLના ઈતિહાસમાં 200 મેચનો માઈલસ્ટોન હાંસલ કરનાર પ્રથમ ઝડપી બોલર બન્યો છે. ભુવનેશ્વર કુમારે આ સિઝનમાં બોલિંગમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, તેને 9 મેચમાં 17 વિકેટ લીધી છે. 200 મેચ પૂર્ણ કરવા પર ખુશી વ્યક્ત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું કે "આ ખરેખર ખાસ છે. 200 મેચ રમવી એ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. હું ખૂબ ખુશ છું. મને લાગે છે કે સૌથી સારી વાત એ છે કે હું ગઈ સિઝનમાં ટ્રોફી જીતનાર ટીમ સાથે આ સિદ્ધિ હાંસલ કરી રહ્યો છું, અને મારા માટે આનાથી સારું શું હોઈ શકે."

IPLમાં 200 મેચ પૂર્ણ કરનાર માત્ર 12મો ખેલાડી

ભુવનેશ્વર કુમાર IPLના ઈતિહાસમાં 200 કે તેથી વધુ મેચ રમનાર ફક્ત 12મો ખેલાડી બન્યો છે. આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની ટોપ પર છે, જેને 278 મેચ રમી છે, ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો નંબર આવે છે.

આ લિસ્ટમાં ફક્ત ભારતીય ખેલાડીઓએ જ આ સિદ્ધિ મેળવી છે, જેને 200 કે તેથી વધુ મેચ રમી છે. સુનીલ નારાયણે વિદેશી ખેલાડી તરીકે IPLમાં સૌથી વધુ મેચ રમી છે, તેને કુલ 197 મેચ રમી છે.

ખેલાડીકુલ મેચ
એમએસ ધોની278 મેચ
રોહિત શર્મા277 મેચ
વિરાટ કોહલી277 મેચ
રવિન્દ્ર જાડેજા264 મેચ
દિનેશ કાર્તિક257 મેચ
શિખર ધવન222 મેચ
રવિચંદ્રન અશ્વિન221 મેચ
અજિંક્ય રહાણે207 મેચ
સુરેશ રૈના205 મેચ
રોબિન ઉથપ્પા205 મેચ
અંબાતી રાયડુ204 મેચ
ભુવનેશ્વર કુમાર200 મેચ

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: