મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના પૂર્વ સુકાની અને 'હિટમેન' તરીકે જાણીતા રોહિત શર્માએ આ ફ્રેન્ચાઈઝી સાથે પોતાના સફળતાપૂર્વક 15 વર્ષ પૂર્ણ કર્યા છે. 10 એપ્રિલ, 2011ના રોજ મુંબઈ માટે ડેબ્યૂ કરનાર રોહિત આજે ટીમની ઓળખ બની ગયો છે. આ ખાસ અવસરે મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા માટે એક ખાસ સંદેશ પાઠવીને ચાહકોના દિલ જીતી લીધા છે.

દોઢ દાયકાની સફર પૂરી કરી

IPL ઈતિહાસના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક એવા રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે દોઢ દાયકાની સફર પૂરી કરી છે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યાએ રોહિતના નેતૃત્વ અને તેના યોગદાનના મુક્ત મને વખાણ કર્યા હતા.

હાર્દિકનો ભાવુક સંદેશ

હાર્દિક પંડ્યાએ વીડિયોમાં જણાવ્યું કે, ભાઈ, 15 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમે જે રીતે આટલા લાંબા સમય સુધી આ ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કર્યું છે તે બદલ આભાર. મેં અને જસપ્રીત બુમરાહ જેવા અનેક ખેલાડીઓએ તમારી કેપ્ટન્સી હેઠળ જ ડેબ્યૂ કર્યું હતું. તમે માત્ર એક મહાન લીડર જ નહીં, પણ એક શાનદાર વ્યક્તિ પણ છો.


https://x.com/mipaltan/status/2042815475399430457


પાંચ ટાઈટલ અને શાનદાર આંકડા

રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત (2013, 2015, 2017, 2019 અને 2020) ચેમ્પિયન બનાવી છે. રોહિતે અત્યાર સુધી MI માટે 230 મેચોમાં બે સદીની મદદથી 5994 રન બનાવ્યા છે. IPL 2026માં પણ 38 વર્ષીય રોહિત શાનદાર ફોર્મમાં છે, જ્યાં તેણે 168થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝન જીતવામાં સફળ રહે છે, તો રોહિત શર્મા આ ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી સફળ ખેલાડી બની જશે.


આ પણ વાંચો -  Vaibhav Suryavanshiની વિસ્ફોટક બેટિંગે IPL 2026માં હેઝલવુડ અને બુમરાહ જેવા દિગ્ગજ બોલરોને ધોયા