IPL 2026ની આઠમી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં મુંબઈને પહેલા બેટિંગ કરવાની તક મળી. પહેલા બેટિંગ કરતા રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.
આ ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તે IPL ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ સામે 50 કે તેથી વધુ સિક્સ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
રોહિત શર્માએ મેળવી મોટી સિદ્ધિ
રોહિત હવે IPLમાં એક જ ટીમ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનના લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ક્રિસ ગેઈલ પહેલા 2 સ્થાન પર છે. ગેઈલે IPLમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 50 થી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેને પંજાબ સામે 61 અને કોલકાતા સામે 54 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા દિલ્હી સામે 51 છગ્ગા ફટકારીને બીજા નંબરે છે. એમએસ ધોની આ લિસ્ટમાં બીજા નંબરે છે, જેને RCB સામે 50 છગ્ગા ફટકાર્યા છે.
IPLમાં એક ટીમ સામે સૌથી વધુ છગ્ગા
61 - ક્રિસ ગેલ Vs PBKS
54 - ક્રિસ ગેલ Vs KKR
51 - રોહિત શર્મા Vs DC
50 - એમએસ ધોની Vs RCB
48 - વિરાટ કોહલી Vs CSK
47 - રોહિત શર્મા Vs KKR
રોહિતે IPLમાં પોતાનો 100મો 30+ સ્કોર પૂર્ણ કર્યો
દિલ્હી સામેની મેચમાં રોહિતે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. આ IPLમાં રોહિતનો 100મો 30-પ્લસ સ્કોર હતો. IPLમાં સૌથી વધુ 30-પ્લસ સ્કોરનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેને IPLમાં 127 30-પ્લસ ઈનિંગ રમી છે, ત્યારબાદ રોહિત શર્માનો નંબર આવે છે.
રોહિતે KKR સામેની મેચમાં ફટકારી શાનદાર અડધી સદી
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રોહિત શર્મા પાસે મોટી ઈનિંગ રમવાની તક હતી, પરંતુ સેટ થયા પછી તેને પોતાની વિકેટ ગુમાવી દીધી. રોહિતે આ મેચમાં 26 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. તેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. IPLમાં અક્ષર પટેલે આઉટ કરેલી આ તેની ચોથી ઈનિંગ છે. રોહિતે અત્યાર સુધી IPLમાં અક્ષર સામે 77 બોલમાં 67 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 87.01 છે. આ પહેલા રોહિતે KKR સામે આ સિઝનની પહેલી મેચમાં શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. ત્યાં તેને 38 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: Virat Kohli અને રોહિત શર્મા ટેસ્ટ સંન્યાસ પરત લઈ રહ્યા છે? BCCIને મોકલ્યો મેસેજ, જાણો સત્ય