વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઈનિંગને કારણે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટથી જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા.
ટાર્ગેટ કરતા રાજસ્થાને 19.2 ઓવરમાં 3 વિકેટે જીત મેળવી. ટીમ માટે વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 93 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. આ જીત સાથે રાજસ્થાને પ્લેઓફની આશા જીવંત રાખી.
આ જીત સાથે રાજસ્થાનના 13 મેચમાંથી 14 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ હવે અંતિમ મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. હાલમાં પાંચ ટીમો એકમાત્ર પ્લેઓફ સ્લોટ માટે સ્પર્ધા કરી રહી છે. આ ટીમોમાં રાજસ્થાન એકમાત્ર ટીમ છે જે 16 પોઈન્ટ મેળવીને સીધા પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે.
મિચેલ માર્શની ઈનિંગ વ્યર્થ ગઈ
મેચમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા લખનૌના ઓપનર મિચેલ માર્શે શાનદાર ઈનિંગ રમી, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 57 બોલમાં 96 રન બનાવ્યા. પરંતુ વૈભવે તેની ઈનિંગ બગાડી દીધી.
ટાર્ગેટ ચેઝ કરવામાં રાજસ્થાન શરૂઆતથી જ મજબૂત
મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન ટીમે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું. યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ પહેલી વિકેટ માટે 39 બોલમાં 75 રનની પાર્ટનરશીપ કરી. ત્યારબાદ વૈભવે ધ્રુવ જુરેલ સાથે 45 બોલમાં બીજી વિકેટ માટે 101 રનની પાર્ટનરશીપ કરી, જેનાથી ટીમનો વિજય લગભગ સાર્વત્રિક થયો.
ત્યારબાદ જુરેલ અને લેહુઆન-ડ્રે પ્રિટોરિયસે ત્રીજી વિકેટ માટે 14 બોલમાં 16 રન બનાવ્યા. અંતે ધ્રુવ જુરેલ અને ડેનોવાન ફેરેરાએ 17 બોલમાં 29* રન બનાવીને વિજય સુનિશ્ચિત કર્યો.
વૈભવ સૂર્યવંશી સિવાય કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રન, ધ્રુવ જુરેલે 53 રન, ડેવોનવ ફરેરાએ 16 રન અને લુહાન-ડ્રે પ્રિટોરિયસે રાજસ્થાન તરફથી 07 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?