ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2026ની 13મી મેચ રમાઈ રહી છે. વરસાદથી વિક્ષેપિત આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં રાજસ્થાનને પહેલા બેટિંગ કરવાની તક મળી.
રાજસ્થાન રોયલ્સના બંને ઓપનર, યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં પોતાની ટીમને તોફાની શરૂઆત અપાવી. બંનેએ પહેલા જ બોલથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો.
વૈભવ અને જયસ્વાલે રાજસ્થાનને શાનદાર શરૂઆત કરાવી
આ મેચની પહેલી જ ઓવરમાં જયસ્વાલે 22 રન ફટકાર્યા. પહેલી ઓવરમાં યશસ્વી જયસ્વાલે દીપક ચહર સામે શાનદાર બેટિંગ કરી. બીજી ઓવરમાં વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ સામે પણ ધૂમ મચાવી. બુમરાહની આ ઓવરમાં તેને 5 બોલનો સામનો કર્યો અને 2 છગ્ગા સહિત 13 રન બનાવ્યા. વૈભવે બુમરાહ સામે છગ્ગો ફટકારીને પોતાની ઈનિંગની શરૂઆત કરી.
આ ઓવરના ચોથા બોલ પર વૈભવે પણ છગ્ગો ફટકાર્યો. જસપ્રીત બુમરાહે આ ઓવરમાં પોતાની બોલિંગની ગતિમાં ઘણી ભિન્નતા પણ કરી, છતાં તેને 14 રન આપ્યા.
વૈભવ અને જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 80 રનની પાર્ટનરશીપ કરી
આ મેચમાં વૈભવ અને યશસ્વીએ શાનદાર બેટિંગ કરી. સાથે મળીને તેમને ફક્ત 5 ઓવરમાં ટીમનો સ્કોર 80 સુધી પહોંચાડ્યો. પરંતુ આ જ સ્કોર પર રાજસ્થાનને પહેલો ઝટકો પડ્યો જ્યારે વૈભવ 14 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો. તેની વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી. આ ઈનિંગમાં વૈભવે 1 ફોર અને 5 સિક્સર ફટકારી. મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે વૈભવ બાઉન્ડ્રી પર તિલક વર્માના હાથે કેચ આઉટ થયો. વૈભવના આઉટ થયા પછી તરત જ ધ્રુવ જુરેલ 2 રન બનાવીને આઉટ થયો.
મુંબઈએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા
આ મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. બીમારીના કારણે દિલ્હી સામેની પાછલી મેચ ગુમાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યા પરત ફર્યો છે. આ મેચ માટે ટ્રેન્ટ બોલ્ટને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સે મેચમાં કોઈ ફેરફાર કર્યા વિના પ્રવેશ કર્યો છે. વરસાદને કારણે મેચ 11 ઓવરની કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો