IPL 2026ની 16મી મેચમાં આજે RR vs RCB મેચમાં ક્રિકેટ પ્રેમીઓને એક ઐતિહાસિક મુકાબલો જોવા મળશે. એક તરફ પોઈન્ટ્સ ટેબલમાં 3 મેચમાં 3 જીત સાથે ટોપ પર બિરાજમાન રિયાન પરાગની રાજસ્થાન રોયલ્સ (RR) છે, તો બીજી તરફ સતત બે જીત સાથે ફોર્મમાં ચાલી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB). પરંતુ આ મેચ માત્ર બે ટીમો વચ્ચેની મેચ નથી, આ મેચ છે અનુભવના કિંગ કોહલી અને યુવા હાર્ડ હિટર વૈભવ સૂર્યવંશી વચ્ચે.
વૈભવ સૂર્યવંશી: 15 વર્ષનો વિસ્ફોટક ઓપનર
રાજસ્થાન રોયલ્સનો આ યુવા ખેલાડી આ સિઝનનો સૌથી મોટો 'એક્સ ફેક્ટર' સાબિત થયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે 248.98ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને બધાને ચોંકાવી દીધા છે. તેણે 3 મેચમાં 122 રન બનાવ્યા છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે બુમરાહ જેવા દિગ્ગજ બોલરના પ્રથમ બોલ પર લગાવેલી સિક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
વિરાટ કોહલી: 'કિંગ'નું શાનદાર ફોર્મ
બીજી તરફ, અનુભવનો ભંડાર એવા વિરાટ કોહલીએ આ સિઝનમાં 168ના સ્ટ્રાઈક રેટથી 2 ઇનિંગ્સમાં 97 રન ફટકાર્યા છે. SRH સામેની તેની 69 રનની ઈનિંગે સાબિત કરી દીધું કે કેમ તેને 'કિંગ' કહેવામાં આવે છે. રાજસ્થાન સામે કોહલીનો રેકોર્ડ પણ શાનદાર છે, જ્યાં તેણે 34.5ની એવરેજથી 896 રન બનાવ્યા છે.
મેચનું મેદાન અને રણનીતિ
ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં બાઉન્ડ્રી નાની છે. અહીં વૈભવ સૂર્યવંશી અને વિરાટ કોહલી વચ્ચેની ટક્કર જોવી એ ચાહકો માટે લ્હાવો હશે. એકબાજુ 15 વર્ષના યુવા ખેલાડીનો જુસ્સો છે, તો બીજી બાજુ 22 વર્ષના અંતર સાથે ક્રિકેટ જગતનો સૌથી અનુભવી બેટ્સમેન છે. આજે ભુવનેશ્વર કુમારની સ્વિંગ સામે વૈભવની આક્રમકતા અને સંદીપ શર્મા સામે વિરાટની ટેકનિક વચ્ચેનો જંગ મેચનું પરિણામ નક્કી કરશે.
આ પણ વાંચો - IPL 2026 RR vs RCB Playing 11: જયસ્વાલ-વૈભવનું તોફાન કે કોહલીનો ક્લાસ? જાણો કેવી હશે પ્લેઈંગ11?